Not Set/ SC માં આ માંગ સાથે પહોંચી રોહિત વેમુલા અને પાયલ તડવીની માતા, બંન્નેએ કરી હતી આત્મહત્યા

રોહિત વેમુલા અને પાયલ તડવીની માતાએ સુપ્રીમ કોર્ટ પાસેથી કોલેજ કેમ્પસમાં જાતિનાં ભેદભાવને સમાપ્ત કરવાના પગલા ભરવા તરફનાં નિર્દેશો માંગ્યા છે. પીએચડી સ્કોલર રોહિત વેમુલાએ 2016 માં હૈદરાબાદ યુનિવર્સિટીમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે પાયલ તડવીએ આ વર્ષે પરેશાનીનો સામનો કર્યા બાદ મુંબઇની બીવાયએલ નાયર હોસ્પિટલમાં આત્મહત્યા કરી હતી. પાયલ તડવીની માતા આબેદા સલીમ […]

Top Stories India
rohitvemula vb 64 SC માં આ માંગ સાથે પહોંચી રોહિત વેમુલા અને પાયલ તડવીની માતા, બંન્નેએ કરી હતી આત્મહત્યા

રોહિત વેમુલા અને પાયલ તડવીની માતાએ સુપ્રીમ કોર્ટ પાસેથી કોલેજ કેમ્પસમાં જાતિનાં ભેદભાવને સમાપ્ત કરવાના પગલા ભરવા તરફનાં નિર્દેશો માંગ્યા છે. પીએચડી સ્કોલર રોહિત વેમુલાએ 2016 માં હૈદરાબાદ યુનિવર્સિટીમાં કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે પાયલ તડવીએ આ વર્ષે પરેશાનીનો સામનો કર્યા બાદ મુંબઇની બીવાયએલ નાયર હોસ્પિટલમાં આત્મહત્યા કરી હતી.

Image result for rohit vemula and payal tadvi mother in sc

પાયલ તડવીની માતા આબેદા સલીમ તડવી અને રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલાએ તેમની અરજીમાં 2012 યુજીસી નિયમનનું કડક પાલન કરવા માટે એક નિર્દેશની માંગ કરી છે, જે આવા ભેદભાવને પ્રતિબંધિત કરે છે. રાધિકા વેમુલાએ આ વર્ષની શરૂઆતમાં સાંપ્રદાયિક શક્તિઓ સામે લડવાની વાત કરી હતી, જેને તે પુત્રની મૃત્યુ માટે જવાબદાર માને છે. અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે, આ પ્રકારની અન્ય પ્રવર્તમાન ભેદભાવ વિરોધી આંતરિક ફરિયાદ પદ્ધતિઓની તકે તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સમાન સેલ સ્થાપવા માટે નિર્દેશ આપવામાં આવે.

Image result for rohit vemula and payal tadvi mother in sc

અનુસૂચિત જનજાતિ સમુદાય સાથે જોડાયેલ તડવીએ 22 મે નાં રોજ જાતિનાં કારણે તેના સીનિયરથી સતામણીનો સામનો કર્યા બાદ બીવાયએલ નાયર હોસ્પિટલ ખાતેનાં હોસ્ટેલનાં રૂમમાં પોતાનું જીવનને કથિતરીતે ટૂંકાવ્યુ હતુ. બીજી તરફ, હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીનાં પીએચડી સ્કોલર વેમુલા 17 જાન્યુઆરી, 2016 નાં રોજ હોસ્ટેલનાં રૂમમાં છતનાં પંખાથી લટકતા મળી આવ્યા હતા. તેની વિરુદ્ધ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી કથિત શિસ્તબદ્ધ કાર્યવાહીથી તે નારાજ હતો.

Image result for payal tadvi mother

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે તે મૂળભૂત અધિકારો, ખાસ કરીને સમાનતાનો અધિકાર, જાતિ વિરુદ્ધ ભેદભાવ પર પ્રતિબંધ અને જીવનનાં અધિકારને લાગુ કરવાની માંગ કરે છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, ‘હાલની અરજીમાં દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવનાં વ્યાપક ફેલાવા સાથે સંબંધિત છે. એસસી/એસટી સમુદાયનાં સભ્યો સામે જાતિ આધારિત ભેદભાવની ઘણી ઘટનાઓ બની છે. આ ઘટનાઓ બંધારણનાં આર્ટિકલ 14, 15, 16, 17 અને 21 હેઠળ સમાનતાનાં મૂળભૂત અધિકાર, સમાન તક, ભેદભાવ સામે અધિકાર, અસ્પૃશ્યતા નાબૂદ કરવા અને જીવન હકનું ઉલ્લંઘન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.