જાહેરાત/ રાજય સરકારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટના મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની કરી જાહેરાત

.વડોદરાના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યાં છે

Top Stories Gujarat
16 8 રાજય સરકારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટના મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની કરી જાહેરાત

વડાેદરા શહેરમાં ગેસનો બોટલ ફાટતા બે લોકના મોત થયા હતા અને 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેના લીધે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.વડોદરાના વાસણાના દેવનગરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા હડકંપ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં 2 મહિલાઓના મોત નીપજ્યાં છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે.આજે સવારે 10 વાગ્યા આસપાસ ઘટના ઘટી હતી.

ગેસ સિલિન્ડર ફાટવાનો મામલે CM ભુપેન્દ્ર પટેલે ઘટના મુદ્દે દુખ વ્યક્ત કર્યુ છે. મૃતકના પરિવારને રૂ.2 લાખની સહાય જાહેર કરી છે.CM ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ઈજાગ્રસ્તોને જલ્દી સાજા થવા માટે પ્રાર્થના પણ કરી છે.ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા લીલાબેન ચૌહાણ અને શકુંતલાબેન જૈનનું મોત નીપજ્યું છે. તો 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોને કોર્પોરેટરો રૂ.25/25 હજારની સહાય આપશે. ભાજપ સંગઠન અને કોર્પોરેટરો ઘરવખરીની વ્યવસ્થા કરશે તેવી મુલાકાત દરમિયાન જાહેરાત પણ કરી હતી