Not Set/ કેન્દ્રની કોવિડ ગ્રાન્ટમાંથી રૂ. 96,97,74,481 હજુ પડતર!

સોનલ અનડકટ, સ્પેશિયલી કોર્સ્પોન્ડન્ટ બુધવાર, ગાંધીનગર  કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી ખાસ કોવિડ ગ્રાન્ટ અપાયેલી. જે પૈકી હજુ સુધી રૂ. 96,97,74,481 ની ગ્રાન્ટ વણવપરાયેલી હોવાનું આરોગ્યમંત્રી એ ગૃહમાં લેખિતમાં જણાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પ્રશ્નોતરી માં પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં આરોગ્યમંત્રી એ લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 માં રાજ્યને રૂ. 308,00,00,000 ની […]

Ahmedabad Gujarat
dry run 1 કેન્દ્રની કોવિડ ગ્રાન્ટમાંથી રૂ. 96,97,74,481 હજુ પડતર!
સોનલ અનડકટ, સ્પેશિયલી કોર્સ્પોન્ડન્ટ
બુધવાર, ગાંધીનગર 
કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી ખાસ કોવિડ ગ્રાન્ટ અપાયેલી. જે પૈકી હજુ સુધી રૂ. 96,97,74,481 ની ગ્રાન્ટ વણવપરાયેલી હોવાનું આરોગ્યમંત્રી એ ગૃહમાં લેખિતમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પ્રશ્નોતરી માં પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં આરોગ્યમંત્રી એ લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020-21 માં રાજ્યને રૂ. 308,00,00,000 ની કેન્દ્રીય ગ્રાન્ટ મળી હતી. મળેલી ગ્રાન્ટ પૈકી રૂ. 211,02,25,519 વપરાયા અને મળેલી કેન્દ્રીય ગ્રાન્ટ પૈકી હજુ રૂ.  96,97,74,481 વાપરવાના બાકી છે.
768 512 11021900 thumbnail 3x2 amd કેન્દ્રની કોવિડ ગ્રાન્ટમાંથી રૂ. 96,97,74,481 હજુ પડતર!
અમદાવાદ સિવિલમાં એક વર્ષમાં કોરોનાથી 970 મોત
અમદાવાદ સિવિલ માં દર્દીઓના મોત અંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ કરેલા પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્યમંત્રી જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલમાં કોવિડના લીધે 970 દર્દીના મોત થયા હતા. અન્ય બીમારીના લીધે બે વર્ષમાં 20950 દર્દીના મોત થયા હતા. આ રીતે છેલ્લા બે વર્ષમાં 21920 દર્દીન મોત થયા હતા.
images 3 કેન્દ્રની કોવિડ ગ્રાન્ટમાંથી રૂ. 96,97,74,481 હજુ પડતર!