Not Set/ મોબ લિંચિંગ પર RSS પ્રમુખ મોહન ભાગવતે પહેલીવાર દેશ સમક્ષ રજૂૂૂ કર્યા પોતાના વિચાર

આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી પથ આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે સ્વયંસેવકોને સંબોધન કરતાં સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આજે એક મજબૂત સરકાર છે જેણે ઘણાં સાહસિક નિર્ણયો લીધા છે. જેમા તેમણે કલમ 370 હટાવવાને લઇને સરકારનું સ્વાગત કર્યુ હતુ. વળી તેમણે પહેલીવાર […]

Top Stories India
mohan bhagwat મોબ લિંચિંગ પર RSS પ્રમુખ મોહન ભાગવતે પહેલીવાર દેશ સમક્ષ રજૂૂૂ કર્યા પોતાના વિચાર

આજે દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) તરફથી પથ આંદોલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે સ્વયંસેવકોને સંબોધન કરતાં સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, આજે એક મજબૂત સરકાર છે જેણે ઘણાં સાહસિક નિર્ણયો લીધા છે. જેમા તેમણે કલમ 370 હટાવવાને લઇને સરકારનું સ્વાગત કર્યુ હતુ. વળી તેમણે પહેલીવાર દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ પર પોતાના વિચાર ખુલ્લા મને જણાવ્યા હતા.

મોહન ભાગવતે નાગપુરમાં વાર્ષિક પથ આંદોલન કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ઘણું સારું ચાલી રહ્યું છે. તેમણે દેશમાં રહેલી મોદી સરકારનાં ખુલ્લા મને વખાણ કર્યા હતા. સાથે તેમણે દેશમાં વધી રહેલી મોબ લિંચિંગની ઘટનાઓ પર કહ્યુ કે, કાયદો અને વ્યવસ્થાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને હિંસાની પ્રવૃત્તિ સમાજમાં પરસ્પર સંબંધોને નષ્ટ કરીને પોતાનો પ્રતાપ દર્શાવે છે. આ વલણ આપણા દેશની પરંપરા નથી, કે આપણા બંધારણમાં પણ નથી. ભલે ગમે તે મતભેદ હોય, કાયદો અને બંધારણની મર્યાદામાં રહેવુ જરૂરી છે. તેમણે કહ્યુ કે, ન્યાયિક પ્રણાલીમાં ચાલવું જરૂરી છે.

સંઘનાં પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, રાષ્ટ્રીય સ્વયંસેવકનું પહેલું આંદોલન દેશમાં એક વિધાન અને એક પરિધાન માટે થયુ હતુ. મોહન ભાગવતે કહ્યું કે, જનતાએ આ સરકાર પર વિશ્વાસ દર્શાવ્યો છે. સરકારે પણ ઘણા આકરા નિર્ણયો લઇને બતાવ્યુ છે કે તેને લોકોની ભાવનાની સમજ છે. ગુરુ નાનક દેવની 550 મી જન્મજયંતિ, મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતી, લોકસભાની ચૂંટણીઓ જેવી ઘણી ઘટનાઓ છે જેના કારણે આ વર્ષ ઘણા વર્ષો સુધી સંસ્મરણમાં રહેશે.

મોહન ભાગવતે કહ્યું કે, નવી સરકારને ફરીથી ચૂંટીને સમાજે તેમને ગત કામની સમ્મત્તિ અને આવનારા સમય માટે ઘણી બધી અપેક્ષાઓને વ્યક્ત કરી હતી. જન અપેક્ષાઓનો પ્રત્યક્ષમાં સાકાર કરવુ, જન ભાવનાઓનું સમ્માન કરતા રાષ્ટ્રીય હિતમાં તેમની ઇચ્છા પૂર્ણ કરવાની હિંમત ફરીથી પસંદ કરવામાં આવેલ શાસનમાં છે. સરકારનાં આર્ટિકલ 37૦ ને બિનઅસરકારક બનાવવાની કામગીરીથી આ વાત સાબિત થઇ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.