Not Set/ ચાર વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતા ઓવર બ્રીજની RTI કરી વિગત મંગાઇ, તંત્રમાં મચી દોડધામ

થાનગઢમાં વર્ષોથી ચાલતા ઓવર બ્રીજનાં કામનાં કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. આ અંગે અનેક રજૂઆત આંદોલન છતા ઓવરબ્રીજનું કામ પુર્ણ થયુ નથી.

Gujarat Others
2 111 ચાર વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતા ઓવર બ્રીજની RTI કરી વિગત મંગાઇ, તંત્રમાં મચી દોડધામ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

થાનગઢમાં વર્ષોથી ચાલતા ઓવર બ્રીજનાં કામનાં કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. આ અંગે અનેક રજૂઆત આંદોલન છતા ઓવરબ્રીજનું કામ પુર્ણ થયુ નથી. ત્યારે જોગધ્યાન આશ્રમ ટ્રસ્ટે જાહેર માહિતી અધિકારી પાસે ઓવરબ્રીજની કામગીરી અંગે આરટીઆઇ કરી વિગત માંગતા તંત્રમાં દોડધામ મચી છે.

2 112 ચાર વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતા ઓવર બ્રીજની RTI કરી વિગત મંગાઇ, તંત્રમાં મચી દોડધામ

કોરોના મહામારી / આજે બે મહિનામાં સૌથી ઓછો મોતનો આંક નોંધાયો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી ઓછા કેસ

થાનગઢમાંથી પસાર થતા થાન-તરણેતર રોડપરની સમસ્યાનો હલ લાવવામાટે વર્ષ 2018માં સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રીજ બનાવવાનું આયોજન કરાયુ હતુ. જેનુ઼ તા.14-8-2018ના રોજ મુખ્યમંત્રીના હસ્તે રૂ.41,89,85,780 કામમનું ઉદઘાટન કરાયુ હતુ. જેને ચાર ચાર વર્ષ પુર્ણ થવા છતા ઓવરબ્રીજનું કામ પુર્ણ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.આમ લોકોની સુવિધા માટે શરૂ કરાયેલ કામ દુવિધા રૂપ બની રહ્યુ છે. જેમાં હાલ આ પુલ પાસેથી પસાર થવા યોગ્ય ડાઇવર્ઝન ન હોવાનુ તથા પુલ પાસેનો રસ્તો સાંકળો બની ગયો છે. જ્યારે આ ઓવરબ્રીજના કામના સળીયા ખુલ્લા હોવાથી અકસ્માતનો ભય રહે છે. જ્યારે રસ્તો સાંકળો હોવાથી ઇમરજન્સી સમયે એબ્યુલન્સ અને સહિત વાહન જઇ શકે તેમ નથી. ત્યારે થાનગઢ જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા આરટીઆઇ કરી આ ઓવરબ્રીજના કામની માહિતી માંગવામાં આવી છે. જેમાં જણાવ્યા મુંજબ ઓવરબ્રીજ રીવાઈઝ કરાવામાં આવેલ ડિઝાઇન પહેલા મંજુર કરાયેલ ડીઝાઇન, ઓવરબ્રીજ ટેન્ડર મંગાવવા સંબંધે આપવામાં આવેલ નોટીસ કે જાહેરાત, ઓવરબ્રીજના અપ્રુવ્ડ કરેલા ટેન્ડરની સંપુર્ણ નકલ, ટેન્ડર સાથે શેડ્યુઅલની નકલ, ઓવરબ્રીજ સંબંધે રેલ્વે ખાતાએબહાર પાડેલ ટેન્ડરની અપ્રુવ્ડ ઓફિસ કોપીની નકલ, ઓવરબ્રીજ સંબંધે કરાયેલ દરખાસ્ત અને તે અંગે પાલિકાએ કરેલા ઠરાવની માહિતી માંગાવામાં આવી હતી.આથી તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

2 113 ચાર વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતા ઓવર બ્રીજની RTI કરી વિગત મંગાઇ, તંત્રમાં મચી દોડધામ

ભાવ વધારો / ઘરેથી વાહન નિકાળતા પહેલા જોઇ લેજો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ, બન્નેમાં આજે પણ થઇ છે વૃદ્ધિ

સૌરાષ્ટ્ર ગુજરાતનું તીર્થસ્થાન જોગઆશ્રમના મુખ્ય દ્વાર સામે જ થાન -તરણેતર રોડ પર નવા બનતા પુલની દિવાલ ચણાઇ છે. જેથી આશ્રમનો મોરો ઢંકાઇ ગયો છે. આથી તિર્થસ્થાનની ગરીમાને આધાત પહોંચાડનારી છે. નવાબનતા પુલની ઓરજનલ ડિઝાઇન બદલી બીજી ડિઝાઇન મુજબ પુલની લંબાઇ બીનજરૂરી રીતે લંબાવવામાં આવતા પરિસ્થીતી સર્જાઇ છે. અત્રેઉલ્લેખનીય છે કે બ્રીજની લંબાઇ ગામ બાજુ 394 અને ગામ બહાર 536 તો આ બ્રીજની લંબાઇ વધારવાથી 1 હજારથી વધુ મકાનો 7 હજારની વસ્તીને અવરજવરમાં તકલીફ થશે, રસ્તા સાંકળા થતા દુકાનોને અસર થશે આથી અમો ટ્રસ્ટીઓ તથા રોજ થાનમાંથી 500 લોકો વડાપ્રધાન, ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્ય મંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષને સબોધી ટ્વીટ, ફેસબુક સહિત સોશિયલ મિડીયાનો સહારો લઇ હિન્દુની આ આ સંસ્થા બચાવવા અપીલ કરાશે.

kalmukho str 9 ચાર વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતા ઓવર બ્રીજની RTI કરી વિગત મંગાઇ, તંત્રમાં મચી દોડધામ