Not Set/ ખાવાનું દાન કરવા માટે FSSAI લાવી રહી છે આ નિયમ, જાણો ક્યારે થશે લાગુ

ખાદ્ય નિયામક એફએસએસએઆઈ એ વિવિધ સંસ્થાઓ અને વ્યવસાયોમાં ખોરાકનાં બગાડને રોકવા અને અન્ન દાનને પ્રોત્સાહિત કરવા માટે નિયમો બનાવ્યા છે. નિયામકે એક નિવેદનમાં કહ્યું, ‘ભારતમાં અન્ન દાનને કાયદેસર સહાય આપવા માટે ઓથોરિટીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2019 ઘડ્યું છે.’ આ નિયમોનો ઉદ્દેશ્ય એકસરખી રીતે ખોરાક દાન કરનારી સંસ્થાઓ અને વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડવા સમાન […]

Business
donate ખાવાનું દાન કરવા માટે FSSAI લાવી રહી છે આ નિયમ, જાણો ક્યારે થશે લાગુ

ખાદ્ય નિયામક એફએસએસએઆઈ એ વિવિધ સંસ્થાઓ અને વ્યવસાયોમાં ખોરાકનાં બગાડને રોકવા અને અન્ન દાનને પ્રોત્સાહિત કરવા માટે નિયમો બનાવ્યા છે. નિયામકે એક નિવેદનમાં કહ્યું, ‘ભારતમાં અન્ન દાનને કાયદેસર સહાય આપવા માટે ઓથોરિટીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ રેગ્યુલેશન 2019 ઘડ્યું છે.’

આ નિયમોનો ઉદ્દેશ્ય એકસરખી રીતે ખોરાક દાન કરનારી સંસ્થાઓ અને વ્યક્તિઓને સુરક્ષા પૂરી પાડવા સમાન રાષ્ટ્રીય નિયમનો સ્થાપિત કરવાનો છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એફએસએસએઆઈ) ને જરૂરિયાતમંદ વ્યક્તિઓને વિતરણ માટે બિન-લાભકારી સંસ્થાઓને ખોરાક અને કરિયાણાની ચીજોનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. આ નિયમો 1 જુલાઈ, 2020 થી અમલમાં આવશે.

એફએસએસએઆઈ એ જણાવ્યું છે કે, ‘ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ખોરાક ઉત્પાદક દેશ છે, પરંતુ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2014 માં ભારત વિશ્વનાં 119 સૌથી ભૂખ્યા પીડિત દેશોની યાદીમાં 103 માં સ્થાને રહ્યો છે. કેટલાક પ્રોટોકોલને લીધે, ખાદ્ય વેપારીઓ જલ્દી ખરાબ થતા ખાદ્ય ચીજોનો નાશ કરી દે છે. ખાદ્ય પદાર્થનાં બગાડને અટકાવવા અને વધારાનાં આહારનાં વિતરણને પ્રોત્સાહન આપવુ એ વૈશ્વિક ચિંતા છે.’

આ મુદ્દાનાં સમાધાન માટે, એફએસએસએઆઈ એ બાકી રહેલા ખોરાકની સલામત વિતરણ સુનિશ્ચિત કરવા માટે 20 સરપ્લસ ફૂડ વિતરણ એજન્સીઓ સાથે બીજા તબક્કાની બેઠક યોજી હતી. આ દિશામાં સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓની ચર્ચા કરવા માટે 30 મી જુલાઈએ પ્રથમ બેઠક મળી હતી, જેમાં દેશનાં વિવિધ ભાગોની 13 એજન્સીઓએ ભાગ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.