Not Set/ ગોંડલ નગર પાલિકાનાં પ્રમુખની વરણીની ઉજવણી દરમિયાન રૂપિયાનો થયો વરસાદ

ગોંડલ નગરપાલિકાનાં પ્રમુખની વરણી કરવામાં આવી છે. અહી નગરપાલિકાનાં નવા પ્રમુખ પદે શીતલબેન કોટડીયા અને ઉપપ્રમુખ પદે સંજયભાઈ ધીણોજાની વરણી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot
gONDAL PAISA ગોંડલ નગર પાલિકાનાં પ્રમુખની વરણીની ઉજવણી દરમિયાન રૂપિયાનો થયો વરસાદ
  • ગોંડલ નગર પાલિકાના પ્રમુખની વરણી
  • નેતાઓએ કર્યું સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન
  • વરણીની ઉજવણી દરમિયાન ઉડાવ્યા રૂપિયા
  • ઢોલી ઉપર કરાયો રૂપિયાનો કરાયો વરસાદ

ગોંડલ નગરપાલિકાનાં પ્રમુખની વરણી કરવામાં આવી છે. અહી નગરપાલિકાનાં નવા પ્રમુખ પદે શીતલબેન કોટડીયા અને ઉપપ્રમુખ પદે સંજયભાઈ ધીણોજાની વરણી કરવામાં આવી હતી. આ દરમિયાન નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા સ્પષ્ટપણે દેખાયા હતા. તેટલુ જ નહી આ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા તે વધુ ચોંકાવનારા છે.

અમદાવાદ: શહેરમાં કોરોના ફરી બન્યો બેકાબુ, માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં થયો વધારો

ગોંડલ નગરપાલિકાનાં પ્રમુખ પદે મહિલાએ બાજી મારી છે. અહી નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન નેતાઓ સરકારની જ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યુ હતુ. અહી નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા. તેટલુ જ નહી વરણીની ઉજવણી દરમિયાન અહી રૂપિયા ઉડાવતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ખુશીમાં મગ્ન થયેલા નેતાઓ માસ્ક વિના અને ઢોલી ઉપર રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ