Not Set/ સાબરકાંઠા: કોમ્યુનીટી હોલને લઈને બે જુથ વચ્ચે વિવાદ, ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ

સાબરકાંઠા, પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ કોમ્યુનીટી હોલને લઈને ભોઇ સમાજમાં બે જુથ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં એક જુથ દ્વારા કામ બંધ કરાવવા મામલે સ્થળ ઉપર હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ ધારાસભ્યની ઓફિસમાં બેઠેલ કોર્પોરેટર તથા ભાજપ શહેર પ્રમુખ પર સ્થાનિક ટોળાએ હુમલો કરી ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરી હતી અને મારામારી પણ થઇ […]

Top Stories Gujarat Others Videos
mantavya 190 સાબરકાંઠા: કોમ્યુનીટી હોલને લઈને બે જુથ વચ્ચે વિવાદ, ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ

સાબરકાંઠા,

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ કોમ્યુનીટી હોલને લઈને ભોઇ સમાજમાં બે જુથ વચ્ચે વિવાદ થયો હતો. જેમાં એક જુથ દ્વારા કામ બંધ કરાવવા મામલે સ્થળ ઉપર હોબાળો મચાવ્યો હતો.

ત્યાર બાદ ધારાસભ્યની ઓફિસમાં બેઠેલ કોર્પોરેટર તથા ભાજપ શહેર પ્રમુખ પર સ્થાનિક ટોળાએ હુમલો કરી ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરી હતી અને મારામારી પણ થઇ હતી.

મારામારી દરમિયાન પ્રમુખ અને ધારાસભ્યને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પ્રાંતિજ પોલિસને ધટનાની જાણ થતા ધટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી.