Not Set/ સાબરકાંઠાઃ હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતાં જિલ્લા અને જિલ્લા બહારના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળી વેચવા માટે લાઈનો લગાવી ને ઊભા છે. છેલ્લા ચાર દિવસથી હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે. જેમ સૌથી અધુ મગફળીનો ભાવ 1611 રૂપિયાનો ખૂલ્યો છે. […]

Gujarat Others
મગફળી 1 સાબરકાંઠાઃ હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતાં જિલ્લા અને જિલ્લા બહારના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળી વેચવા માટે લાઈનો લગાવી ને ઊભા છે.

છેલ્લા ચાર દિવસથી હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીની ખરીદી ચાલુ કરવામાં આવી છે. જેમ સૌથી અધુ મગફળીનો ભાવ 1611 રૂપિયાનો ખૂલ્યો છે. તેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. જેમાં આજે સૌથી વધુ મગફળીની આવક થઈછે. જિલ્લા બહાર ન ખેડૂતો પણ મગફળી વેચવા આવ્યા હતા. જેમાં અરવલ્લી, મહેસાણાથી .ખેડૂતો મગફળી વેચવા માટે આવ્યા હતા.

સરકારના ટેકાના ભાવ રૂ 1018 કરતા વધુ એટ્લે કે 1611 રૂપિયાનો ભાવ હરાજીમાં આવતા ખેડૂતોમાં ઉત્સાહ ફેલાઈ ગયો હતો. 5 દિવસ દરમ્યાન સૌથી નીચો ભાવ રૂ 700 રહ્યો હતો.

બોટ 1 સાબરકાંઠાઃ હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક

7 ઓક્ટોમ્બરે 800 બોરી મગફળીની આવક થઈ હતી. તો 8 ઓક્ટોમ્બરે 2290 બોરી, 10 ઓક્ટોમ્બરે 4105 બોરી, અને આજે સૌથી વધુ 11 ઓક્ટોમ્બરે 9130 બોરીની આવક થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.