Not Set/ સાબરકાંઠા/ હિંમતનગર જેલ અધિક્ષક જે જી ચાવડાની મોડાસા સબ જેલ ખાતે બદલી, કેદીઓએ અશ્રુભીની આંખે આપી વિદાય

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લાની સબજેલના જેલ અધિક્ષક જે જી ચાવડાની મોડાસા સબ જેલ ખાતે બદલી થતા પોલીસ કર્મચારીઓ દ્વારા ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સબજેલ કે જે હવે જીલ્લા જેલ તરીકે ઓળખાય છે, ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા જેલ અધિક્ષક જે જી ચાવડાનો ભવ્ય વિદાય્સમાંરોહ યોજવામાં આવ્યો હતો. જેલર જે […]

Gujarat Others
Untitled 86 સાબરકાંઠા/ હિંમતનગર જેલ અધિક્ષક જે જી ચાવડાની મોડાસા સબ જેલ ખાતે બદલી, કેદીઓએ અશ્રુભીની આંખે આપી વિદાય

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લાની સબજેલના જેલ અધિક્ષક જે જી ચાવડાની મોડાસા સબ જેલ ખાતે બદલી થતા પોલીસ કર્મચારીઓ દ્વારા ભવ્ય વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સબજેલ કે જે હવે જીલ્લા જેલ તરીકે ઓળખાય છે, ત્યાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા જેલ અધિક્ષક જે જી ચાવડાનો ભવ્ય વિદાય્સમાંરોહ યોજવામાં આવ્યો હતો. જેલર જે જી ચાવડા ની બદલી મોડાસામાં સબજેલ ખાતે કરવામાં આવી છે.

સબજેલ ના તમામ પોલીસ કર્મીઓ આ વિદાય સમારોહમાં હાજર રહ્યા હતા. અને જેલ અધિક્ષક જે જી ચાવડાને મોમેન્ટો આપીને વિદાય આપી હતી. છેલ્લા ત્રણ વર્ષથી હિંમતનગરની જેલમાં ફરજ બજાવે છે. તેમણે જેલમાં ગુન્હા સબબ સજા ભોગવતા કેદીની સુધારણા અને તેમના સુઘડ ભાવી નિર્માણ માટે આપેલા યોગદાન બદલ જેલના તમામ કેદી સદાય તેમના ઋણી રહેશે.

તેમણે જેલમાં તમામ ગુન્હાઓ માં આવેલ કેદીઓને અક્ષર જ્ઞાનથી માંડી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા કેદી ભાઈઓને અપાવી હતી. તથા ઉચ્ચ અભ્યાસ માટે ડો. બાબા સાહેબ ઓપન અભ્યાસ માટે પણ મોકલવાની વ્યવસ્થા કરી હતી.  સાથે કેદીઓને સમાજ દ્વારા અને સંતો દ્વારા ગુન્હાની તમામ માહિતી આપવામાં આવતી હતી. કાર્યક્રમ માં વિવિધ ગુન્હા માં સજા ભોગવી રહેલ કેદીઓ હાજર રહ્યા હતા.

સુરેશ થોરી, હિંમતનગર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.