સાબરકાંઠા/ સાબરમતી નદીનાં પટમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડતું ખાણખનીજ વિભાગ

સાબરકાંઠા જિલ્લામાં ખાણખાણીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે…

Gujarat Others
Makar 49 સાબરમતી નદીનાં પટમાં ગેરકાયદેસર ખોદકામ ઝડપી પાડતું ખાણખનીજ વિભાગ

@જય સુરતી, મંતવ્ય ન્યૂઝ – સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં ખાણખાણીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠા ખાણખનીજ વિભાગનાં અધિકારીઓ આજે પ્રાંતિજ તાલુકાનાં શિતવડા ખાતે સાબરમતી નદીનાં પટમાં અચાનક પહોચી જઇ ગેરકાયદેસર ખનન જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જેમાં એક હિટાચી મશીન અને બે ડમ્પર સહિત અંદાજે 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખાણખનીજ વિભાગ દ્વારા નદીનાં પટ્ટમાં માપણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીએ જિલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ ખનિજ ચોરો સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જુલાઈ 2020 બાદ કોરોનાના કાળમાં પણ સાબરકાંઠા ખાણખનીજ વિભાગ દ્વારા અંદાજિત 2.98 કરોડ જેટલી દંડ ની રકમ ખનીજ ચોરો પાસેથી વસુલ કરાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો