ગુજરાત/ સુરતમાં સબરસ ગરનાળુ 6 માસ માટે બંધ રહેશે

સુરતમાં રેલવે સ્ટેશનનું કામ શરૂ થતાંજ પાછળના ભાગે આવેલ સબરસ ગરનાળુ 6 મહિના માટે બંધ કરવામાં આવ્યું છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 12 24T155112.044 સુરતમાં સબરસ ગરનાળુ 6 માસ માટે બંધ રહેશે

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં રેલવે સ્ટેશનનું કામ શરૂ થતાંજ પાછળના ભાગે આવેલ સબરસ ગરનાળુ 6 મહિના માટે બંધ કરવામાં આવ્યું છે.સુરત પોલીસ કમિશનરે હંગામી જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી છે.

સુરત શહેરમાં અનેક નવીન કામગીરી થઈ રહી છે.જેમાનું રેલવે સ્ટેશન પણ એક છે.ત્યારે સુરતમાં રેલવે વિભાગ દ્વારા કામ શરૂ કરાતા પાછળ ના ભાગે આવેલ એસ ટી ડેપો અને તે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. જેથી સુરત પોલીસ કમિશનરે હંગામી ધોરણે જાહેર નામું પ્રસિદ્ધ કરી સબરસ ગરનાળુ 6 મહિના બંધ કરવા જાહેર નામું બહાર પાડ્યું છે.સુરત શહેર વિસ્તારમાં ભારત સરકારનાં રેલ્વે વિભાગ દ્વારા સુરતના રેલવે સ્ટેશનના વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Untitled 18 1 સુરતમાં સબરસ ગરનાળુ 6 માસ માટે બંધ રહેશે

આ રેલવે સ્ટેશનની કામગીરીમાં GSRTC ના ડેપોના બાંધકામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. GSRTC બસ સ્ટેશનનાં બાંધકામ માટે લંબે હનુમાન રોડ ઉપર CNG પંપ થી સબરસ ગરનાળાથી સુરત રેલવે યાર્ડ સુધીનો રસ્તો 6 મહિના માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશનની કામગીરીમાં GSRTC. ના ડેપોના બાંધકામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. જેનો કેટલોક ભાગ લંબે હનુમાન રોડ ઉપર હાલમાં ચાલતા મેટ્રો સ્ટેશનના બાંધકામની બાજુમાં આવે છે.

હાલમાં લંબે હનુમાન રોડ ઉપર ડાયવર્ઝન આપવામાં આવેલ છે. GSRTC બસ સ્ટેશનનાં બાંધકામ માટે લંબે હનુમાન રોડ ઉપર CNG પંપ થી સબરસ ગરનાળાથી સુરત રેલવે યાર્ડ નાં ગેટ સુધી તમામ પ્રકારનાં વાહનોની અવરજવર પર 6 માસ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેને લઈ વૈકલ્પિક માર્ગ પણ આપવામાં આવ્યો છે.ખાંડ બજાર ગરનાળા થઈ લોકોને રેલવે સ્ટેશન જવું પડશે.સાથેજ સબરસ ગરનાળા ની પેલી બાજુ જવા માટે લન 6 મહિના સુધી ખાંડ બજાર ગરનાળા નો ઉપયોગ કરવાનો રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: