Bollywood/ સચિન તેંડુલકરની પુત્રી સારા ટૂંક સમયમાં જોવા મળશે બોલિવૂડમાં, જાણો વિગતે

યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી સ્નાતક થઈ છે. સારાની માતા ડોક્ટર છે. જોકે, એવું લાગે છે કે સારાએ પોતાના માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે…

Trending Entertainment
Sachin Tendulkar's daughter Sara will soon make her Bollywood debut?

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર નેટીઝન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. તે મોડલિંગના કારણે ચર્ચામાં રહે છે. હવે તેના બોલિવૂડ ડેબ્યૂના સમાચાર આવી રહ્યા છે. સારા તેંડુલકર માત્ર 24 વર્ષની છે અને મોટાભાગના સ્ટાર કિડ્સની જેમ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારાએ તેનું સ્કૂલિંગ મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું છે. તેણે યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનમાંથી સ્નાતક થઈ છે. સારાની માતા ડોક્ટર છે. જોકે, એવું લાગે છે કે સારાએ પોતાના માટે એક અલગ રસ્તો પસંદ કર્યો છે. તેણી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી હોવાની અફવાઓ ચાલી રહી છે.

Sachin Tendulkar's daughter Sara Tendulkar has savage reply for Instagram  user mocking her for 'wasting father's

સૂત્રોએ જણાવ્યું કે સારા તેંડુલકર ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યૂ કરી શકે છે. તેને અભિનયમાં ઘણો રસ છે. તેણે અભિનયના કેટલાક પાઠ પણ લીધા છે. સારાએ કેટલીક બ્રાન્ડ્સનું સમર્થન પણ કર્યું છે. સારા પોતાની જાતને લો પ્રોફાઇલ રાખે છે, પરંતુ તે પોતાની અભિનય કુશળતાથી દર્શકોને આશ્ચર્યમાં મૂકી શકે છે. તે અત્યંત પ્રતિભાશાળી છે. સારા જે પણ નિર્ણય લે છે તેને તેના માતા-પિતાનો ઘણો સપોર્ટ છે.

સારાના સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોલોઅર્સ છે. હાલમાં તેને ઈન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન લોકો ફોલો કરે છે. સારાનો ભાઈ અર્જુન ક્રિકેટર છે અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમી રહ્યો છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું છે.

Sara Tendulkar Politely Hits Back at Troll Who Mocked Her For Wasting Dad  Sachin Tendulkar

જો સારા તેંડુલકર બોલિવૂડમાં ડેબ્યું કરશે તો સુહાના ખાન, શનાયા કપૂર અને ખુશી કપૂર જેવા સ્ટાર કિડ્સને ટક્કર મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા વ્યવસાયે મોડલ છે. તેણીએ ડિસેમ્બર 2021 માં મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. તે અવારનવાર તેની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે અને સોશિયલ મીડિયા પર નેટીઝન્સ સાથે વાતચીત કરવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો: banned/ રાષ્ટ્ર વિરોધી સામગ્રી પર સરકારની કાર્યવાહી, અનેક Youtube ચેનલો બેન

આ પણ વાંચો: Twitter/ એલોન મસ્ક બનશે ટ્વિટરના નવા માલિક! ડીલ પર થઈ રહી છે ચર્ચા