Not Set/ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આપત્તિજનક ટીપ્પણી કરી ફસાયા જાવેદ અખ્તર, માનહાનીનો કેસ દાખલ

લોકસભા ચુંટણી 2019માં સૌથી ચર્ચિત ચહેરો એટલે તુરંત જ તમારી સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આવી જશે. પ્રજ્ઞા ઠાકુરને બીજેપીએ ભોપાલથી ઉમેદવાર બનાવ્યા બાદથી જ તે વિવાદોમાં ચાલી રહી છે. જો કે આ વખતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ગીતકાર/લેખક જાવેદ અખ્તરનાં કારણે ચર્ચામાં આવી છે. બન્યુ એવુ કે જાવેદ અખ્તરે એક નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તુલના રાવણ […]

Top Stories India Politics
madhya pradeshjaved સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આપત્તિજનક ટીપ્પણી કરી ફસાયા જાવેદ અખ્તર, માનહાનીનો કેસ દાખલ

લોકસભા ચુંટણી 2019માં સૌથી ચર્ચિત ચહેરો એટલે તુરંત જ તમારી સામે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આવી જશે. પ્રજ્ઞા ઠાકુરને બીજેપીએ ભોપાલથી ઉમેદવાર બનાવ્યા બાદથી જ તે વિવાદોમાં ચાલી રહી છે. જો કે આ વખતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ગીતકાર/લેખક જાવેદ અખ્તરનાં કારણે ચર્ચામાં આવી છે. બન્યુ એવુ કે જાવેદ અખ્તરે એક નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તુલના રાવણ સાથે કરી હતી. જેને લઇને હવે તે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

1556807740 javed akhtar સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આપત્તિજનક ટીપ્પણી કરી ફસાયા જાવેદ અખ્તર, માનહાનીનો કેસ દાખલ

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આપેલા આપત્તિજનક નિવેદન બાદ જાવેદ અખ્તર પર માનહાનિનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને તેમણે રાવણ સાથે સરખાવી હતી. જેના કારણે હવે મોટો બવાલ મચી જવા પામ્યો છે. આપને જણાવી દઇએ કે, ભોપાલમાં એક સંમ્મેલનને સંબોધિત કરતા જાવેદ અખ્તરે કહ્યુ હતુ કે, ‘તેના વેશ ઉપર ન જાઓ. માત્ર એક વ્યક્તિ સંત જેવુ દેખાય છે, જેનો અર્થ એ નથી કે તે વ્યક્તિ સંત છે. તે ન ભૂલશો કે જ્યારે રાવણ સીતાનું અપહરણ કરવા માટે આવ્યો હતો, તે તેણે પણ સંતની જેવા કપડા ધારણ કર્યા હતા.’

Sadhvi Pragya Thakur સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર આપત્તિજનક ટીપ્પણી કરી ફસાયા જાવેદ અખ્તર, માનહાનીનો કેસ દાખલ

જાણીતા ગીતકાર લેખક જાવેદ અખ્તર પોતાના આ નિવેદનની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. તેમના આ નિવેદન બાદ તેમના પર ભોપાલની જેએમએએફસી કોર્ટમાં એક અપરાધિક માનહાનિ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ કલમ 500 હેઠળ કરવામાં આવ્યો છે. વિવાદોમાં ઘેરાયેલા દાવેદ અખ્તર આગળ શું પગલા લેશે તે હવે જોવુ રહ્યુ.