Not Set/ ફિલ્મ બાગ બાનના સ્ક્રીન રાઇટર શફીક અંસારીનું નિધન

શફીક અંસારીએ વર્ષ 1974માં પટકથા લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે દોસ્ત ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી.

Entertainment
શફીક અંસારી

બોલીવુડના પ્રખ્યાત પટકથા લેખક શફીક અંસારી નું આજે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમના પુત્ર મોહસીન અંસારીએ તેમના પિતાના દુઃખદ અવસાનના સમાચારની પુષ્ટિ કરી છે. આજે શફીક અંસારી ના મૃતદેહને મુંબઈના ઓશિવારા કબ્રસ્તાનમાં સુપુર્દ ખાક કરવામાં આવશે.

આ પણ વાંચો :અક્ષય કુમાર-કેટરિના કૈફ સ્ટારર ‘સૂર્યવંશી’નું ગીત ના જા રિલીઝ

શફીક અંસારીએ વર્ષ 1974માં પટકથા લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે દોસ્ત ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા હતા. આ પછી, તેમણે દિલીપ કુમાર, ગોવિંદા અને માધુરીની પ્રખ્યાત ફિલ્મ ઇજ્જતદાર સિવાય 1990માં ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ દિલ કા હીરાની સ્ક્રિપ્ટ લખી. આ સિવાય તેમણે ફિલ્મ પ્યાર હુઆ ચોરી ચોરીની સ્ક્રિપ્ટ લખી હતી, જેમાં તેમણે મિથુન અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ગૌતમી માટે પણ લખ્યું હતું.

પાછળથી તેમની કારકિર્દીમાં, શફીક અંસારીએ ફિલ્મ નિર્માતા બીઆર ચોપરા સાથે સહયોગ કર્યો અને 2003માં અમિતાભ બચ્ચન, હેમા માલિની અને સલમાન ખાન અભિનીત ફિલ્મ બાગબાન માટે ડાયલોગની  અને સ્ક્રિપ્ટો લખી. આ ફિલ્મ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ અને ફિલ્મને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો.

આ પણ વાંચો : બે આંખના દાનથી ચાર લોકોને દૃષ્ટિ કેવી રીતે મળી શકે?

જણાવી દઈએ કે બાગબાને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા અને આ ફિલ્મ માટે શફીકના પણ ખૂબ વખાણ થયા હતા. આ ફિલ્મના તમામ પાત્રોની એક્ટિંગ પણ ઘણી સારી હતી.

અંસારીએ 84 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. અંસારીના પરિવારમાં પુત્ર મોશીન અને પુત્રી છે, જેઓ મુંબઈના અંધેરી વિસ્તારમાં રહે છે.

આ પણ વાંચો :કરીના કપૂરને ભૂલથી મહિલાએ માર્યો ધક્કો, એક્ટ્રેસને આવ્યો ગુસ્સો તો રસ્તા વચ્ચે…

આ પણ વાંચો :નિયા શર્માના ફોટાએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ એક્ટ્રેસનો હોટ અવતાર

આ પણ વાંચો :અભિનેત્રી ક્રિસ્ટન સ્ટુવર્ટે કરી ગર્લફ્રેન્ડ ડાયલન મેયર સાથે સગાઈ, ટૂંક સમયમાં કરશે લગ્ન…