શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને મુંબઈ પોલીસે સમન મોકલ્યું છે. મુંબઈ પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે, પૂજા દદલાનીને ચાલી રહેલા ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા ખંડણીની તપાસમાં સમન મોકલ્યું છે. તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની વિજિલન્સ ટીમ દ્વારા પણ સમન પાઠવવામાં આવે તેવી શક્યતા છે. પૂજા દદલાનીએ તેની તબિયત સારી ન હોવાનું કહીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ પાસેથી વધુ સમય માગ્યો છે. પોલીસે પૂજાને શનિવારે પૂછપરછ માટે બોલાવી હતી.
આ પણ વાંચો ;પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …
પૂજા દદલાનીએ કેપી ગોસાવી અને સામ ડિસૂઝા સાથે લોઅર પરેલમાં મુલાકાત કરી હોવાના સીસીટીવી પુરાવા મુંબઈ પોલીસની એસઆઈટી ટીમને હાથ લાગ્યા બાદ પૂજા દદલાનીનુ નામ તપાસમાં સામે આવ્યું હતું. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ડ્રગ્સ કેસ કે જેમાં શાહરૂખ ખાનના દીકરો આર્યન ખાન સામેલ હતો, તેમાં ખંડણી લીધી હોવાના આરોપોની તપાસ કરી રહેલી ટીમ હવે ગોસાવી સામે કેસ કરે તેવી શક્યતા છે આ સિવાય પૂજા દદલાનીને પણ નિવેદન નોંધાવવા માટે બોલાવશે. ગયા અઠવાડિયે, સામ ડિસૂઝાએ પોતાના આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જામીન અરજીમાં, તેણે દાવો કર્યો હતો કે ગોસાવીએ આર્યન ખાનને મુક્ત કરાવવા માટે શાહરૂખની મેનેજર પાસેથી 50 લાખ રૂપિયા લીધા હતા અને એનસીબીએ કેસમાં 23 વર્ષના આર્યનની ધરપકડ કરી તે બાદ રકમ પરત કરવામાં આવી હતી.
આ પણ વાંચો ;અમદાવાદ / 5 રૂપિયાનો સિક્કો ATMમાં નાખો અને તમને ચા, કોફી કે ટોમેટો સુપ મળશે,આ જગ્યાએ……
જણાવી દઈએ કે પૂજા દદલાની શાહરૂખ ખાનની મેનેજર છે. 9 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2012માં પૂજા શાહરૂખ ખાન સાથે મેનેજર તરીકે જોડાઈ હતી. આટલા વર્ષોમાં પૂજાએ માત્ર શાહરૂખ સાથે જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર સાથે ખાસ બોન્ડ બનાવ્યો છે. ગૌરી ખાન ઉપરાંત, પૂજાનું તેના બાળકો આર્યન ખાન, અબરામ અને સુહાના સાથે પણ જબરદસ્ત બોન્ડિંગ છે અને સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો ;સુરત / ગુમ થયેલી અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ પણ આચરાયું હોવાનું બહાર આવ્યું