Kgf Chapter 2/ …તો આ કારણે સંજય દત્તે કર્યોં KGF 2 માં અધિરાનો રોલ

જણાવી દઈએ કે KGF 2 માં સંજય દત્ત વિલનના રોલમાં જોવા મળશે. 14 એપ્રિલ 2022એ રિલીઝ થવા માટે તૈયાર છે. તે સિવાય બિનોય ગાંધી થકી નિર્દેશિત ઘુડચડી…

Entertainment
Sanjay Dutt in KGF 2

KGF 2 માં જ્યાં દર્શક યશ એટલે કે રોકી ભાઈને જોવા માટે ઉત્સુક છે તો બીજી તરફ ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન સંજય દત્ત પણ ચર્ચામાં આવી ગયો છે. જણાવી દઈએ કે સંજય દત્ત ફિલ્મમાં ‘અધિરા’નો રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મમાં અધિરા એક ખતરનાક વિલનના રૂપમાં નજરે પડશે અને ઓડિયન્સ તેના રિલીઝ પહેલા જ તેના રોલને લઈને ઉત્સાહમાં આવી ગયા છે.

જણાવી દઈએ કે સંજય દત્ત હંમેશા પોતાના ફેન્સને પ્રભાવશાળી પ્રદર્શનથી મદહોશ કરી દે છે. કહી શકાય છે કે સંજય દત્ત એક એવો અભિનેતા છે જે ફેન્સ વધુ પસંદ કરે છે, આ જ કારણ છે કે આગામી KGF 2માં તેના રોલ અધિરાને લઈને લોકોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

a 19 ...તો આ કારણે સંજય દત્તે કર્યોં KGF 2 માં અધિરાનો રોલ

આ ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ પર, અભિનેતા સંજય દત્ત ટીમ વિશે વાત કરતા નજરે પડ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે મારી પત્ની માન્યતા દત્તે મને KGF 2 માં રોલ કરવા માટે મને પ્રોત્સાહીત કર્યો હતો હું તેનો આભાર માનું છું. તેણે વધુમાં જણાવ્યું કે આ ફિલ્મ અમે બધા સાથે મળીને એક પરિવાર તરીકે બનાવી છે. સ્પોટ બોય, જૂનિયર આર્ટિસ્ટ અમે બધા પરિવાર છીએ. હું યશ મારા નાના ભાઈને એક અદભૂત કો-એક્ટર હોવાના રૂપમાં આભાર માનું છું. તે એકદમ નમ્રતાવાળો માણસ છે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે હું મારી પત્નીનો આભાર માનું છું જેણે મને KGF 2 માં રોલ કરવા માટે મને પ્રોત્સાહન આપ્યું હતું.

જણાવી દઈએ કે KGF 2 માં સંજય દત્ત વિલનના રોલમાં જોવા મળશે. 14 એપ્રિલ 2022એ રિલીઝ થવા માટે તૈયાર છે. તે સિવાય બિનોય ગાંધી થકી નિર્દેશિત ઘુડચડી, શમશેરા અને તુલસીદાસ જૂનિયર પણ આવી રહી છે.

આ પણ વાંચો: RRR ફિલ્મની કમાણી 1 હજાર કરોડને પાર,ભારતની ત્રીજી ફિલ્મ આ કલબમાં સામેલ

આ પણ વાંચો: માયાવતીએ રાહુલ ગાંધીના નિવેદન પર કર્યો પલટવાર,મને મુખ્યમંત્રી બનવાની કોઇ ઓફર કોંગ્રેસે કરી ન હતી

આ પણ વાંચો: વિશ્વ હિન્દુ પરિષદે કુતુબ મિનાર સંકુલમાં 27 મંદિરોનું પુન:નિર્માણ અને પૂજા કરવાની માંગી મંજૂરી

આ પણ વાંચો: કડવા કે લેવા નહીં માત્ર ‘પાટીદાર’ બનવા નરેશ પટેલનું આહ્વાન