Vaccination/ રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

સમગ્ર દેશમાં રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઇ છે ત્યારે રાજ્યમાં પણ રસીકરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી રૂપાણીના ધર્મ પત્ની સહિત અનેક મહાનુભાવોએ આજે રસીકરણનો લાભ લીધો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં

Top Stories
rajkot vaccination2 રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

સમગ્ર દેશમાં રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઇ છે ત્યારે રાજ્યમાં પણ રસીકરણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી રૂપાણીના ધર્મ પત્ની સહિત અનેક મહાનુભાવોએ આજે રસીકરણનો લાભ લીધો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં આજથી વેક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ હતી ત્યારે પ્રથમ દિવસે ત્યારે અનેક મહાનુભાવોએ વેક્સિન લઈને લોકોને પણ વેક્સિન લેવા માટે અપીલ કરી હતી, જ્યાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું હતું કે,CM વિજય રૂપાણીનો આભાર, તેમણે વેક્સીન માટે સાધુ- સંતોની પસંદગી કરી.

Vaccination / રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

rajkot vaccination2 2 રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

આ ઉપરાંત મંગલમ હોસ્પિટલ ખાતે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે વેકસીન લીધી હતી અને કહ્યું હતું કે, કોરોનાથી બચવા વેકસીન લેવી ખૂબ જરૂરી છે, માટે હું દરેક લોકોને વેકસીન લેવા અપીલ કરું છું. ​​​આ ઉપરાંત રાજકોટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ અને પોલીસ અધિકારીઓ સહિતના પદાધિકારીઓએ વેક્સિનનો ડોઝ લીધો હતો રાજકોટ BAPSના ત્રણ સંતોએ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી, સાથોસાથ રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજના પત્ની અલ્કાબેન ભારદ્વાજે પણ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લઈને ત્રીજા તબક્કાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ અભય ભારદ્વાજનું નિધન કોરોનાને કારણે જ થયું હતું.

Vaccine / PM મોદી, વિદેશ મંત્રી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ લીધી વેક્સિન

rajkot vaccinatioan 2 5 રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

હિન્દુ ધર્મઆચાર્ય સભાના મહાસચિવ અને કન્વીનર પરમાત્માનંદ સરસ્વતીએ વેક્સિન મુદ્દે સોશયલ મીડીયમાં એક વિડીયોના માધ્યમથી નિવેદન આપતા જણાવ્યું હતું કે, CM વિજય રૂપાણીનો ખુબ ખુબ આભાર કે તેમણે વેક્સીન માટે સાધુ- સંતોની પસંદગી કરી, ખાસ તો હું સૌને જણાવી દઉં કે સોશ્યલ મીડિયા પર ચાલતી વેક્સિન માટે ભ્રમાંક વાતો ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ. વેક્સિન લોકો માટે સંપૂર્ણ પણે સેફ છે, મેં પણ વેક્સિન લીધી છે, ખુદ દેશના વડાપ્રધાન મોદીએ વેક્સિન લઈને લોકોને વેક્સિન લેવા માટેનો સંદેશો આપ્યો છે. આજે તો સાધુ – સંતો પણ વેક્સીન લઈને લોકો માટે ઉધાહરણ સ્વરૂપ બની રહ્યા છે. માટે મારી સર્વેને વિનંતી છે કે અચૂક પણે વેક્સિન લેવી જ જોઈએ.

Politics / મમતા બેનર્જી સાથે તેજસ્વી યાદવે કરી મુલાકાત, બંગાળમાં TMC સાથે સમર્થનનું કર્યું એલાન

rajkot vaccination 2 3 રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર

વેક્સિન લીધા બાદ રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના અપૂર્વમુની સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડાઇને મજબૂત કરવામાં આપણા ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ જે ઝડપથી કામ કર્યું છે એ અસાધારણ છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વના લોકો જ્યારે વેક્સિનની પ્રશંસા કરતા હોય ત્યારે રાજકોટના દરેક નાગરિકે વેક્સિન અચૂક લેવી જ જોઈએ. મને ગઈકાલે CM વિજય રૂપાણીએ પણ ફોન કરીને કહ્યું હતું કે સંતો પણ વેક્સિનનો લાભ લે, ત્યારે આજે BAPSના ત્રણ સંતો સહિત લોકોએ રસી લીધી છે. હું દરેક લોકોને અપીલ કરું છું કે તેઓ કોરોનાથી બચવા અવશ્ય વેક્સિન લે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…