સાબરકાંઠા/ જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા છે. પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા છે. અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, 

Top Stories Gujarat
Untitled.png8569 4 જીવિત દાટેલી નવજાત બાળકીના માતાએ કહ્યું કેમ દાટી હતી જમીનમાં, કારણ જાણી તમે પણ ચોકી જશો

ઘોર કળયુગ આવ્યો છે. ગતરોજ હિંમતનગર ખાતેથી એક નવજાત જીવિત બાળકી જમીનમાં દાટેલી અવસ્થામાં મળી આવી હતી. જમીન ખોદી તેણીને બહાર કાઢતા બાળકી જીવિત અવસ્થામાં હતી અને તેને નજીકની હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. જો કે આ અંગે પોલીસે શોધખોળ હાથ ધરી હતી. અને બાળકીને જમીનમાં જીવતી દાટવામાં કિસ્સામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હિંમતનગરના ગાંભોઇ નજીક ખેતરમાં દાટેલી નવજાત જીવિત બાળકી મળી આવી હતી. ભિલોડાના નંદાસણથી માતા પિતાને પોલીસે ઝડપ્યા છે. પિતા શૈલેષ અને માતા મંજુને ઝડપી પાડવામાં આવ્યા છે. અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે,
માતા-પિતા ગાંધીનગરના માણસાના  વતની છે.  માતા મંજુબેનનું પિયર ગાંભોઇ હોવાથી અંહી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા 15 દિવસથી પતિ-પત્ની ગાંભોઇમાં આવ્યા હતા. ગાંભોઇના ચામુંડાનગર વિસ્તારમાં મંજુબેનનું પિયર આવેલું છે. ગાંભોઇ પોલીસે ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં બાળકીની માતાએ જણાવ્યુ હતું કે પરિવારની આર્થિક પરિસ્થિતી સારી નહીં હોવાથી તેઓ બે બાળકોનું ભારણ પોષા કરવા માટે સક્ષમ નથી. અને એટ્લે જ બીજી બાળકીને જમીનમાં દાટી હતી.

નોધનીય છે કે, ગાંભોઇ ખાતે ખેતરમાંમાટીમાં હલન ચલન થતું જોઈ  ખેતર માલિકે ત્યાં તપાસ કરી હતી. અને દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી હતી.  નજીકમાં આવેલી GEB કર્મચારીઓએ પણ ખેતરમાં પહોચી ગયા હતા. અને 108ની ટિમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમણે ખેતરમાં દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી ના હતી. અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું.

Child sexual abuse / દેશમાં બાળકો મોટી માત્રમાં જાતીય શોષણનો બની રહ્યા છે શિકાર, આ રાજ્યમાં નોધાયા સૌથી વધુ