Birthday/ સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

સુપરસ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ છે. અભિનેતાએ તેના જન્મદિવસની રાત્રે તેના ચાહકોના પ્રેમનો આભાર માનવા માટે તેના પનવેલ ફાર્મહાઉસમાંથી બહાર…

Trending Photo Gallery
સલમાન ખાને

આજે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો જન્મદિવસ છે. અભિનેતાએ તેના જન્મદિવસની રાત્રે તેના ચાહકોના પ્રેમનો આભાર માનવા માટે તેના પનવેલ ફાર્મહાઉસમાંથી બહાર નીકળ્યા પછી અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો :અરશદ વારસીથી લઈને રેમો ડીસુઝાની પત્ની સુધી આ સેલેબ્સ થયા ‘Fat To Fit’

a 155 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

આ દરમિયાન સલમાન ખાન એક શાનદાર બ્લેક જેકેટમાં દેખાયો અને પોતાના મોહક વ્યક્તિત્વથી બધાને આકર્ષિત કર્યા.

a 156 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

જણાવી દઈએ કે સલમાન ખાનને શનિવારે રાત્રે પનવેલ પાસેના તેમના ફાર્મહાઉસમાં બિનઝેરી સાપે ડંખ માર્યો હતો.

a 156 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

તેમને તાત્કાલિક નવી મુંબઈના કામોથેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને રવિવારે સવારે તેમને રજા આપવામાં આવી હતી.

a 157 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

સુપરસ્ટાર સલમાન ખાનને બિન-ઝેરી સાપે ડંખ માર્યા બાદ તેની સારવાર કરનાર ડૉક્ટરે પુષ્ટિ કરી છે કે અભિનેતાની તબિયત સ્થિર છે અને તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

a 158 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

 56 વર્ષીય અભિનેતાની સારવાર કરનારા ડૉ. કુલદીપ સાલગોત્રાએ કહ્યું, “ડોક્ટરોની બે ટીમો સલમાન ખાન સાથે છે અને તેની તબિયત સારી છે.”

a 158 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

આ પણ વાંચો :હિના ખાને શાહીર શેખ સાથે શેર કરી રોમેન્ટિક તસવીરો, કેમેસ્ટ્રી જોઈને ચાહકોએ કહ્યું- જોડી હો તો ઐસી

સલમાન ખાન તેનો 56મો જન્મદિવસ ઉજવવા ફાર્મહાઉસમાં આરામ કરી રહ્યો છે. ગયા વર્ષે પણ સલમાને પોતાનો જન્મદિવસ પનવેલના ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કર્યો હતો.

a 159 સલમાન ખાને જન્મદિવસના જશ્ન પર કર્યું ચાહકોનું અભિવાદન, જુઓ ફોટો

સલમાન ખાનના પિતા સલીમ ખાને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમના ચાહકોને ખાતરી આપી હતી કે અભિનેતા હવે ‘સંપૂર્ણ રીતે ઠીક’ છે. સાથે જ તેમણે કહ્યું કે, ‘સલમાન ઠીક છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. આ બધું વહેલી સવારે થયું હતું, પરંતુ હવે તે ઠીક છે. આ સાપ ઝેરી ન હતો અને જંગલની આસપાસ આ જીવોને શોધવાનું એકદમ સરળ છે. ડોક્ટરે કેટલીક દવાઓ લખી આપી છે. પરંતુ તે સંપૂર્ણપણે ઠીક છે.

Instagram will load in the frontend.

સલમાન ખાને આ ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે મારા ફાર્મહાઉસમાં એક સાપ આવી ગયો હતો. હું તેને લાકડીની મદદથી બહાર લઇ જઇ રહ્યો હતો. પરંતુ તે ધીમે-ધીમે મારા હાથ પર આવી ગયો. પછી મેં તેને હટાવા માટે પકડ્યો અને એ સમયે તેણે મને ત્રણ વખત ડંખ માર્યો. તે એક રીતે ઝેરીલો સાપ હતો. સાપ કરડ્યા બાદ હું અંદાજે 6 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો. હું હવે સ્વસ્થ છું.

સલમાન ખાનનો આજે બર્થડે છે. સલમાન પોતાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે જ ફાર્મહાઉસ પહોંચી ગયો છે, જ્યાં તેની સાથે આ અકસ્માત થયો. કોરોનાનો ખતરો વધતા સલમાને પોતાના બર્થડેને ફેમિલી અને નજીકના મિત્રો સાથે ફાર્મહાઉસ પર મનવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો :સની લિયોનીના આ ગીત પર હવે મધ્યપ્રદેશમાં હંગામો, ગૃહમંત્રીએ કહ્યું 3 દિવસમાં ગીત નહીં હટાવો તો…  

આ પણ વાંચો :સાપ કરડ્યા બાદ સલમાન ખાનની કેવી છે તબિયત ? જાણો હેલ્થ અપડેટ

આ પણ વાંચો : સલમાન ખાને જન્મદિવસે સાપ કરડ્યાની ઘટનાની વાત કરી, સાપે એક વાર નહીં ત્રણ વાર ડંખ માર્યો