Birthday/ ઐશ્વર્યા, કેટરિના સહિત આ એક્ટ્રેસ કરી ચુકી છે સલમાન ખાનને ડેટ, જાણો કેમ થયું બ્રેકઅપ

સલમાન ખાન આ ઉંમરે પણ કુવારો છે, પરંતુ તેની ગર્લફ્રેન્ડની હંમેશા ચર્ચા રહે છે. ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સહિતની ઘણી અભિનેત્રીઓએ સલમાન ખાનને ડેટ કરી ચુકી છે પરંતુ કોઈની સાથે તેમનો આજીવન સંબંધ બની શક્યો નથી.

Entertainment
a 394 ઐશ્વર્યા, કેટરિના સહિત આ એક્ટ્રેસ કરી ચુકી છે સલમાન ખાનને ડેટ, જાણો કેમ થયું બ્રેકઅપ

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજે પોતાનો 55 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે, સેલેબ્સ અને ચાહકો તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સલમાન ખાન આ ઉંમરે પણ કુવારો છે, પરંતુ તેની ગર્લફ્રેન્ડની હંમેશા ચર્ચા રહે છે. ઐશ્વર્યા રાય અને કેટરિના કૈફ સહિતની ઘણી અભિનેત્રીઓએ સલમાન ખાનને ડેટ કરી ચુકી છે પરંતુ કોઈની સાથે તેમનો આજીવન સંબંધ બની શક્યો નથી.

ઐશ્વર્યા રાય

ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. ઐશ્વર્યાના માતા-પિતા સલમાન સાથેના તેના સંબંધની વિરુદ્ધ હતા. સલમાન ખાન ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ તે થઈ શક્યું નહીં. આ સંબંધો વચ્ચે સલમાન ખાન તેની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીને મળવા માટે યુએસ ગયો હતો અને જ્યારે ઐશ્વર્યા રાયને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી. બંનેએ લડવાનું શરૂ થઇ ગયું હતું. જો કે, તે દિવસોમાં, ઐશ્વર્યા તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં હતી અને તે લગ્ન કરવા માંગતી નહોતી. એવું પણ કહેવામાં આવે છે કે ઐશ્વર્યાએ સલમાન પર પણ હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ 2012 માં બંને અલગ થઈ ગયા હતા.

Kill Salman Khan and Aishwarya Rai and they shall become immortal lovers: Salim Khan [Throwback] - IBTimes India

કેટરિના કૈફ

સલમાન ખાન સાથે કેટરીના કૈફનું અફેર કોઈથી છુપાયેલું નથી. સલમાને કેટરીના કૈફને ફિલ્મ મૈં પ્યાર ક્યોં કિયાથી શરૂ કરી હતી. બંને એકબીજાની ખૂબ ગાઢ  બની ગયા હતા, પરંતુ આ દરમિયાન રણબીર કપૂરથી કેટરિના કૈફની વધતી નિકટતા સલમાન ખાનને પસંદ નહોતી થઈ અને બંનેનો બ્રેકઅપ થઈ ગયું. જોકે, સલમાન ખાન અને કેટરીના કૈફે બ્રેકઅપ પછી પણ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

5 Salman- Katrina Movies That Are A Must Watch

સંગીતા બિજલાની

સંગીતા બિજલાની સાથે સલમાનના સંબંધના સમાચારો ખૂબ ચર્ચામાં રહ્યા હતા. સલમાને સંગીતા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. વેડિંગ કાર્ડ પણ છપાઈ ચુક્યા હતા, પરંતુ સલમાને લગ્નના ઘણા દિવસો પહેલા જ ના પાડી દીધી હતી. ત્યારબાદ સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા. અગલ થયા બાદ પણ સંગીતા અને સમલન ખાન સારા મિત્રો છે. સંગીતા સલમાનના ઘરે પણ જાય છે.

Ex-lovers Salman Khan and Sangeeta Bijlani are planning to reunite?

સોમી અલી

સોમી અલી પણ સલમાન ખાનને ડેટ પણ કરી છે. 90 ના દાયકામાં બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં હોવાનું  સામે આવ્યું હતું, પરંતુ સલમાન ખાનના નબળા વલણને કારણે સોમી અલીનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.

Salman Khan Ex Girlfriend Somy Ali Share Her Sexual Abuse - सलमान की Ex गर्लफ्रेंड का खुलासा, 5 साल की उम्र में नौकर ने और 13 साल की उम्र में यूएस में

યુલિયા વંતુર

સલમાન ખાનનું નામ રોમાનિયન મોડલ યુલિયા વંતુર સાથે પણ જોડાયેલું છે. યુલિયા સલમાનના પરિવારની ખૂબ નજીક છે. તે ઘણીવાર સલમાનના ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. યુલિયા લોકડાઉન દરમિયાન સલમાન ખાનના ફાર્મહાઉસમાં રોકાઈ હતી. જોકે, સલમાને યુલિયા સાથેના તેના સંબંધો વિશે ક્યારેય ખુલીને વાત કરી નથી.

[PIC INSIDE] Salman Khan's rumoured GF Iulia Vantur helps him out in rice fields, calls it 'very rewarding'

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…