Bollywood/ આમિર ખાન માટે ‘સલમાન ખાન’ ફરી બનશે ‘મેને પ્યાર કિયા’નો પ્રેમ, આ ફિલ્મમાં મળશે જોવા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના આઇકોનિક પાત્ર પ્રેમ ના ચાહકોની લાંબી સૂચિ છે. આ પાત્ર તેણે ઘણી ફિલ્મોમાં ભજવ્યું છે. હવે ફરી એકવાર તે આ પાત્ર ભજવતો જોવા મળશે. જ્યાં તે આમિર ખાનની ફિલ્મમાં કેમિયો કરશે.

Entertainment
a 470 આમિર ખાન માટે 'સલમાન ખાન' ફરી બનશે 'મેને પ્યાર કિયા'નો પ્રેમ, આ ફિલ્મમાં મળશે જોવા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનના આઇકોનિક પાત્ર પ્રેમ ના ચાહકોની લાંબી સૂચિ છે. આ પાત્ર તેણે ઘણી ફિલ્મોમાં ભજવ્યું છે. હવે ફરી એકવાર તે આ પાત્ર ભજવતો જોવા મળશે. જ્યાં તે આમિર ખાનની ફિલ્મમાં કેમિયો કરશે. ઘણા વર્ષો બાદ સલમાન ખાન અને આમિર ખાનની જોડી ફરી એકવાર જોવા મળશે. જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

અહેવાલો અનુસાર સલમાન ખાન આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં કેમિયો કરશે. જેમાં તે તેના જૂના અવતાર પ્રેમના પાત્રમાં જોવા મળશે.

સમાચારો અનુસાર, સલમાન ખાન 8 જાન્યુઆરીથી લાલ સિંહ ચડ્ડા માટે શૂટિંગ શરૂ કરશે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે દબંગ અભિનેતા 90 ના દાયકાના લોકપ્રિય પાત્રને તેની ફિલ્મ મૈં પ્યાર કિયાથી ફરી જીવંત કરશે. મૈને પ્યાર કિયા એક ખૂબ મોટી હીટ હતી અને તેના ગીતો પણ એટલા જ લોકપ્રિય હતા.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ ઉટીમાં થયું હતું અને તે સલમાનની પહેલી ફિલ્મ પણ હતી. નિર્માતાઓ સમાન પૃષ્ઠભૂમિ મુંબઇના મહબૂબ સ્ટુડિયોમાં ફરીથી બનાવશે. આમિર ખાન આ ફિલ્મમાં 20 વર્ષીય આર્મીમેન તરીકે જોવા મળશે.

આમિર ખાન ઉપરાંત, કરીના કપૂર ખાન અને મોના સિંહ પણ લાલ સિંહ ચડ્ડા માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળશે. તાજેતરમાં, કરીના કપૂર ખાને શૂટિંગના ભાગ પૂર્ણ કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…