બોલિવૂડ/ કોરોના સંકટ વચ્ચે સલમાન ખાનનું મોટું એલાન, ફિલ્મ રાધેની કમાણીથી કરશે દેશની મદદ

દેશમાં આજે કોરોનાની બીજી લહેર મોતનું તાંડવ શરૂ કરી દીધુ છે. લોકો હજારોની સંખ્યામાં રોજ મોતને ભેટી રહ્યા છે…

Entertainment
123 106 કોરોના સંકટ વચ્ચે સલમાન ખાનનું મોટું એલાન, ફિલ્મ રાધેની કમાણીથી કરશે દેશની મદદ

દેશમાં આજે કોરોનાની બીજી લહેર મોતનું તાંડવ શરૂ કરી દીધુ છે. લોકો હજારોની સંખ્યામાં રોજ મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં, સલમાન ખાન ફિલ્મ્સની સાથે, અગ્રણી ગ્લોબલ કન્ટેન્ટ કંપની-જી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (જી) દેશ માટે ઓક્સિજન સિલિન્ડર, કોન્સન્ટ્રેટર્સ અને વેન્ટિલેટર જેવા આવશ્યક તબીબી ઉપકરણોનું દાન આપવા આગળ આવી છે.

123 107 કોરોના સંકટ વચ્ચે સલમાન ખાનનું મોટું એલાન, ફિલ્મ રાધેની કમાણીથી કરશે દેશની મદદ

બોલિવૂડ / Tik Tok સ્ટાર એન્જલ રાય ફિલ્મી જગતમાં કરવા જઇ રહી છે એન્ટ્રી, સાઇન કરી પહેલી ફિલ્મ

આફને જણાવી દઇએ કે, આ મદદ 13 મે નાં રોજ ફિલ્મ ‘રાધે’નાં મલ્ટી-સ્ટેજ રિલીઝથી પ્રાપ્ત થતી આવકમાંથી થશે. જી અને સલમાન ખાન ફિલ્મ્સે ભારતનાં સૌથી મોટા અને વિશ્વસનીય ડોનેશન પ્લેટફોર્મ – ગિવઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે. સમગ્ર દેશમાં તાજેતરમાં આવેલી કોરોનાની બીજી લહેરે મહત્વપૂર્ણ જીવન રક્ષક સાધનસામગ્રીની અછત કરી છે. જેના કારણે દેશભરમાં તબીબી સુવિધાઓ પર ભારે દબાણ આવ્યું છે. થિએટરોમાં ફિલ્મનાં મલ્ટિ-ફોર્મેટ રિલીઝ, જીની પે-પર-વ્યુ-સર્વિસ – જીપ્લેક્સ અને ભારતનાં પ્રમુખ ઓટીટી પ્લેટફોર્મ જી 5, હેલ્થકેર સિસ્ટમને ટેકો આપવા માટે ઉલ્લેખિત જરૂરી તબીબી પુરવઠો ખરીદવામાં ગિવઇન્ડિયાને મદદ કરશે. ઝી અને સલમાન ખાન ફિલ્મ્સ દૈનિક વેતન મેળવનારાઓનાં પરિવારને સહાય કરવાની દિશામાં કામ કરશે જે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇકોસિસ્ટમનાં અભિન્ન અંગ છે. કંપનીનાં પ્રવક્તાએ કહ્યું, “રાષ્ટ્ર ખૂબ જ પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને એક જવાબદાર કોર્પોરેટર તરીકે જી, કોવિડ-19 સામેની લડતને મજબૂત બનાવવા માટે તમામ જરૂરી પગલાં લેવાની દિશામાં પ્રતિબદ્ધ છે. જી માં, અમે માત્ર અસાધારણ મનોરંજન પ્રદાન કરવામાં વિશ્વાસ રાખતા નથી, પણ દેશભરમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સાર્થક અને કેન્દ્રિત પ્રયત્નો કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે રાધેની રિલીઝથી આવતુ સમર્થન, આ મહામારીથી પ્રભાવિત લોકોને મહત્વપૂર્ણ રાહત પ્રયાસો પૂરા પાડવા સંસાધનો વધારવામાં મદદ કરશે.”

123 108 કોરોના સંકટ વચ્ચે સલમાન ખાનનું મોટું એલાન, ફિલ્મ રાધેની કમાણીથી કરશે દેશની મદદ

Technology / 15 મે સુધી ન કર્યુ આ કામ તો બંધ થઇ જશે આપનું WhatsApp એકાઉન્ટ

સલમાન ખાન ફિલ્મ્સનાં પ્રવક્તાએ કહ્યું કે, “કોવિડ-19 સામે દેશની લડતમાં થોડો ફાળો આપવામા આવશે જે ઉમદા પહેલનો ભાગ બનીને અમે ખુશ છીએ.” ગયા વર્ષથી, અમે કોવિડ-19 સામે લડવાની દિશામાં સતત પ્રયત્નો કરી રહ્યા છીએ, કારણ કે આ સંકટે આપણા દેશ અને વિશ્વને અસર કરી છે. ખૂબ જ મહત્વપૂર્ણ વાત એ છે કે, આપણે એ પણ સમજી લીધું છે કે પ્રી-શોટ ફિલ્મની રિલીઝને રોકવું આપણને કોઈ પણ રીતે મદદ કરી શકતું નથી, પરંતુ રોગચાળા સામે લડવા માટે અમારી આવકનો ઉપયોગ કરવો એ વધુ યોગ્ય અને વ્યવહારુ અભિગમ છે. જી 5 અને જી પ્લેક્સ પર રાધેની રિલીઝ અમને તે ખૂબ જ મુશ્કેલ સમયમાં વધુ ફાળો આપવા સમર્થ બનાવશે.”

majboor str 4 કોરોના સંકટ વચ્ચે સલમાન ખાનનું મોટું એલાન, ફિલ્મ રાધેની કમાણીથી કરશે દેશની મદદ