Not Set/ આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ૫૦ થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ

ભરૂચ જિલ્લાના ૪૦,૦૦૦ એકરમાં આવેલ ૧૬૦ મીઠાના અગરોને ૧૧૦ કી.મી ઝડપે ફૂકાયેલ વાવાઝોડા અને ૫ ઇંચ વસેલા વરસાદ થી મરણતોલ ફટકો પડેલ છે,૫૦૦૦ અગરિયા પરિવારો ની

Top Stories Gujarat
agar 1 આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ૫૦ થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ

મુનિર પઠાન@ભરૂચ,મંતવ્ય ન્યૂઝ

ભરૂચ જિલ્લાના ૪૦,૦૦૦ એકરમાં આવેલ ૧૬૦ મીઠાના અગરોને ૧૧૦ કી.મી ઝડપે ફૂકાયેલ વાવાઝોડા અને ૫ ઇંચ વસેલા વરસાદ થી મરણતોલ ફટકો પડેલ છે,૫૦૦૦ અગરિયા પરિવારોની પણ હાલત કફોડી થઈ છે.આ વર્ષે મીઠાનું ઉત્પાદન ૭ થી ૮ લાખ ટન ઓછું થવા સાથે ૫૦ થી ૭૦ કરોડના પ્રોડકશન નુકસાન માર વેઠવાનો વારો આવ્યો છે,જેને ધ્યાન માં લઈ મીઠા ઉદ્યોગ માટે રાહત પેકેજ જારી કરવા સરકાર તંત્ર ને રજુઆત કરાઈ છે.

agar 2 આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ૫૦ થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ

જિલ્લામાં આવેલ મીઠાના ઉત્પાદકો ને તૌકતે વાવાજોડા થી કમરતોડ ફટકો પડ્યો છે,મીઠા ઉદ્યોગ ને સૌ પ્રથમ વખત ભર ઉનાળામાં કે જયારે મીઠાનું ઉત્પાદન પૂર્ણ કક્ષા એ ચાલી રહેલ હોય ત્યારે આવી ભયાનક વાવાઝોડા ની અસર વર્તાઈ છે,સાથે ૫ થી ૬ ઇંચ વરસાદ તથા ૧૧૦ કી.મી ઝડપે ફૂંકાયેલ પવનને લીધે બેવડો માર પડ્યો છે.

agar 3 આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ૫૦ થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ

વાગરા જંબુસર હાંસોટ વિસ્તાર માં રોજનું અંદાજિત ૨૫૦૦૦ મેં.ટન થી વધુ મીઠાનું ઉત્પાદન હતું જે ૧૫ જૂન થી પણ વધુ સમય માટે ઉત્પાદિત થાત,જે મીઠાનું ઉત્પાદન ૫ થી ૬ ઇંચ વરસાદ પડવાને કારણે સંપૂર્ણ પણે ધોવાય ગયું છે,જેથી અંદાજિત ૭,૫૦,૦૦૦ મેં.ટન થી વધુ મીઠાનું ધોવાણ થયું છે,મીઠાની સીઝન ફરી થી શરૂ કરવા માટે દોઢ થી બે મહિના નો સમયગારો લાગે છે આ સંજોગોમાં મીઠાના ઉત્પાદનની મૂળભૂત જરૂરિયાત પાક પાણી ની છે,જે પકાવવા અસંભવ છે.

agar 4 આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ૫૦ થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ

જેથી વરસાદ બાદ શરૂ થતી સીઝન માં અંદાજે ૨૦% મીઠાનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે આ સંજોગોમાં અંદાજે ૫ થી ૭ લાખ ટન ના મીઠાનું ઉત્પાદન માં ઘટાડો થશે ,પવન ની ગતિ અને વધુ માં વરસાદ ને લીધે માટી થી બનાવેલ પાળા તળાવો ક્યારા સેકશન રોડ રસ્તા ને પારાવર નુકસાન થયું છે જેનો અંદાજિત ખર્ચ એકર દીઠ રૂ.૧૦૦૦૦ ગણી શકાય.

ભરૂચ જિલ્લામાં ૪૦૦૦૦ એકર થી વધુ મીઠાની જમીનો ફાળવેલી છે જે જોતા અંદાજિત નુકસાન ૫૦ થી ૭૦ કરોડ જેટલું થાય છે,આ ઉપરાંત સોલ્ટ વર્કસ માં આવેલ વીજળીના થાંભલા વીજ વાયરો રહેઠાણ ના પતરા સોલ્ટ વોશરી મશીનરી જેવી નુકશાની અલગ છે,સેન્ટ્રલ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુ.એસોસિએશન ના પ્રમુખ સુલતાન ભાઈ પટેલ તથા મહા મંત્રી  પરાગભાઇ શેઠ તથા જંબુસર સોલ્ટ મેન્યુ.એસોસિએશન ના પ્રમુખ  યુસુફભાઈ પટેલ મહામંત્રી  કેતનભાઈ ત્રિવેદી ,સરકાર સમક્ષ નુકસાની અંગે રજુઆત કરી રાહત પેકેજ જારી કરવા માંગ કરી છે.

જિલ્લા માં વર્ષે ૧૮ લાખ મેં.ટન મીઠું ઉત્પાદિત થાય છે,જે પૈકી ૨૦% ખાવામાં અને ૮૦ % અન્ય કમ્પનીઓમાં વપરાય છે ,કુદરતી આફત નું સર્ટિફિકેટ આપવું જોઇએ ,ભરૂચ જિલ્લાના તમામ મીઠા ઉત્પાદકોને ૫૦૦૦ રૂ .પ્રતિ એકર પ્રમાણે આર્થિક સહાય પુરી પાડવી મીઠા ઉત્પાદકો ને રૂ.૫૦૦૦ પ્રતિ એકર પ્રમાણે વગર વ્યાજ ની લોન બેન્કમાંથી મળે તેમજ જિલ્લાનો મીઠા ઉદ્યોગ ને ૨ વર્ષ માટે ભરવા પાત્ર રોયલ્ટી માંથી રાહત આપવી સહિતમાં યોગ્ય રજુઆત વહીવટી તંત્રનેકરાઈ છે.

majboor str 15 આ જિલ્લામાં ૪૦,૦૦૦ એકરમાં મીઠાનું ધોવાણ, રૂ૫૦ થી ૭૦ કરોડ નું નુકસાન,અગરિયાઓની રાહત પેકેજની માંગ