અમદાવાદ/ રાજ્યપાલ દ્વારા સિવિલ હોસ્પિટલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરાયા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવનાર છે. જેના પ્રથમ ભાગ તરીકે આજે રાજ્યપાલના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને સુપ્રત કરવામાં આવ્યાં હતાં. આ કોન્સન્ટ્રેટર્સ […]

Ahmedabad Gujarat
Untitled 245 રાજ્યપાલ દ્વારા સિવિલ હોસ્પિટલને 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અર્પણ કરાયા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરણાથી રાજભવન, ગાંધીનગર ખાતે શરૂ થયેલાં ‘કોરોના સેવાયજ્ઞ’ના બીજા તબક્કારૂપે ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસીસ પ્લેટફોર્મ પેટીએમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતને કુલ 100 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ તેમજ એક ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે સહાય કરવામાં આવનાર છે. જેના પ્રથમ ભાગ તરીકે આજે રાજ્યપાલના હસ્તે 20 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ આરોગ્ય વિભાગને સુપ્રત કરવામાં આવ્યાં હતાં. આ કોન્સન્ટ્રેટર્સ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને મોકલી આપવામાં આવ્યાં છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, કોવિડના આ બીજા વૅવમાં પોતાના તન અને મનથી જે કર્મચારીઓ દર્દીઓની સેવા કરી રહ્યા છે અથવા અન્ય કોઈ પણ રીતે પોતાની ફરજ બજાવી રહ્યા છે, આવા કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવું અત્યંત આવશ્યક છે. તેમને એવું આશ્વાસન મળે એ અત્યંત જરૂરી છે કે તેમની તથા તેમના પરિવારની ચિંતા કરનારું કોઈ છે. આ માટે રાજભવન તેમજ રાજ્ય સરકારના સહિયારા પ્રયત્નોથી રાજ્યના એક લાખ જેટલા પાયાના કોરોના વૉરિયર્સને જીવનજરૂરી વસ્તુઓની કિટ મોકલવામાં આવી રહી છે.

કુલ 100 કોન્સન્ટ્રેટર્સમાંથી 25 ઑક્સિજન કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ, 20 એસએસજી સરકારી હોસ્પિટલ વડોદરા, 20 ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત, 20 પીડીયુ હોસ્પિટલ રાજકોટ તથા 15 સિવિલ હોસ્પિટલ ગાંધીનગરને આપવામાં આવશે. જે પૈકી આજે 20 કોન્સન્ટ્રેટર્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં છે.