Not Set/ હોળી પ્રગટાવતી વખતે સાથે ન લઈ જતા સેનેટાઈઝર, નહીતર પછીથી થશે પસ્તાવો

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકો આજે ગામેગામમાં અને દરેક વિસ્તારમાં હોળી પ્રગટાવશે.

Gujarat Others
A 305 હોળી પ્રગટાવતી વખતે સાથે ન લઈ જતા સેનેટાઈઝર, નહીતર પછીથી થશે પસ્તાવો

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે હોળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં લોકો આજે ગામેગામમાં અને દરેક વિસ્તારમાં હોળી પ્રગટાવશે. પરંતુ કોરોનાના કહેરની વચ્ચે ઉજવાઈ રહેલા આ પર્વમાં લોકોએ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું જ છે, પરંતુ હજી પણ આ તહેવારમાં એક ભૂલ ન કરી બેસતા, કારણ કે એ ભૂલ કર્યા પછી તમને પસ્તાવો થઇ શકે છે.

હકીકતમાં, આ તકેદારીમાં સેનેટાઈઝર લગાવીને પ્રગટાવેલી હોળી પાસે ન જતા, નહિ તો તમારા હાથ બળી શકે છે. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસથી બચવા માટે લોકો મોટા પ્રમાણમાં સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે, પરંતુ સેનેટાઈઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. હાથમાં લગાવવામાં આવતું સેનેટાઈઝર મિનિટો સુધી હાથ પર રહે છે.

Ayush told to cancel disinfectant licences

આ પણ વાંચો :અમદવાદમાં દુષ્કર્મની વધુ એક ઘટના, એક પરિણીતાને વિશ્વાસમાં કેળવી કરાયું કૃત્યુ

આ સંજોગોમાં જો તમે સેનેટાઈઝર લગાવ્યું છે અને તમે હોળી પ્રગટાવવા માટે જવાના છો તો આ આલ્કોહોલ અગ્નિ ઝડપી લે તેવું હોય છે. આથી આગ પાસે જવાથી તે સળગી ઉઠે છે અને આ જોતા તમારો હાથ સાદગી જવાનો ભય રહે છે.

छत्तीसगढ़: रायपुर में होली मिलन और अन्य सार्वजनिक कार्यक्रमों पर रोक, कोरोना के बढ़ते मामलों को लेकर प्रशासन अलर्ट | Chhattisgarh corona virus infection Holi ...

આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસની એન્ટ્રીને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આવામાં નાનામાં નાની કાળજી રાખવી જરૂરી છે. જોકે, સત્ય એ પણ છે કે, હાથ ધોવા માટે સેનેટાઈઝર સાબુ જેટલું અસરકારક નીવડતું નથી. સેનેટાઈઝરમાં આલ્કોહોલ હોય છે, પરંતુ સાબુમાં એવો કોઈ પદાર્થ હોતો નથી જેથી આગ લાગી શકે. તેથી જો આજે હોળી પ્રગટાવતા સમયે જવાનું હોય તો સાબુથી હાથ ધોઈને જજો. કોરોનાથી બચવા માટે હાથ ધોવા જરૂરી છે, પછી તેના માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો કે સાબુનો, તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ સાવધાની રાખવી એ મુખ્ય હેતુ છે.

આ પણ વાંચો :હોળીના પાવન પર્વની ઠેરઠેર ઉજવણી, શામળાજીમાં ચાંદીની પીચકારીથી ઠાકોરજી રમ્યા હોળી

આ પણ વાંચો :ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 7 લોકો દાઝ્યા, ઘર વખરી બળીને ખાખ