મનોરંજન/ સંજય દત્તે પૂર્ણ કર્યુ KGF-2 ફિલ્મનું ડબિંગ, કહ્યુ- Adheera is back in Action!

KGF ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને હાલમાં ડબિંગનું કામ ચાલી રહ્યું છે. 7 ડિસેમ્બર ફિલ્મનાં અધીરા એટલે કે સંજય દત્તે બે તસવીરો શેર કરી અને માહિતી આપી કે તેણે ફિલ્મનું ડબિંગ કામ પૂર્ણ કરી લીધું છે.

Entertainment
અધીરા આવી રહ્યો છે

આવનારી ફિલ્મ માટે ચાહકોમાં જો સૌથી વધુ ઉત્સાહિત હોય તો તે તેલુગુ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 છે. ફિલ્મની ઉત્સાહિત એટલી વધી ગઈ છે કે માત્ર ફિલ્મનાં ટીઝરને જ 225 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે અને હાલમાં ડબિંગનું કામ ચાલી રહ્યું છે. મંગળવારે (7 ડિસેમ્બર) ફિલ્મનાં અધીરા એટલે કે સંજય દત્તે બે તસવીરો શેર કરી અને માહિતી આપી કે તેણે ફિલ્મનું ડબિંગ કામ પૂર્ણ કરી લીધું છે.

આ પણ વાંચો – RBI Monetary Policy 2021 / RBI એ આપ્યો સામાન્ય નાગરિકને ઝટકો, વ્યાજદરોમાં ન કર્યો કોઇ ફેરફાર

આપને જણાવી દઈએ કે, યશની ફિલ્મ ‘KGF ચેપ્ટર 1’ સુપરહિટ થયા બાદ દર્શકો ‘KGF ચેપ્ટર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકો પણ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે, કારણ કે તેમાં સંજય દત્ત પણ જોવા મળવાનો છે અને આ ફિલ્મ 14 એપ્રિલ, 2022નાં રોજ રીલિઝ થશે. સંજયે ટ્વિટર પર ‘KGF ચેપ્ટર 2’ની ઘણી તસવીરો શેર કરી છે. બે તસવીરોમાં તે ફિલ્મનાં ડાયરેક્ટર પ્રશાંત નીલ સાથે જોવા મળે છે અને તેને શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘અધીરા ફરી એક્શનમાં આવી ગયો છે. KGF ચેપ્ટર 2 નાં ડબિંગ સેશન પૂરા થઈ ગયા છે અને ફિલ્મ 14 એપ્રિલ, 2022 નાં રોજ રીલિઝ થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ‘KGF 2’ને સુપરહિટ બનાવવા અને મોટા પાયે નિર્માણમાં દર્શકોને અદ્ભુત અનુભવ આપવા માટે ઘણી ઉત્તમ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યશ અને સંજય ઉપરાંત, તેમાં રવિના ટંડન પણ એક સુંદર ભૂમિકામાં છે. ફિલ્મમાં રવિના એક રાજનેતાની ભૂમિકામાં જોવા મળશે. આ એક કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થનારી બહુભાષી ફિલ્મ છે.

આ પણ વાંચો – એન્થમ 2021 ગીત લોન્ચ / IAS અધિકારી અને અભિનેતા અભિષેક સિંહે બાદશાહ સાથે મળી 2021 નું એન્થમ સોન્ગ “ સ્લો સ્લો” કર્યું લોન્ચ !

જણાવી દઇએ કે, આ ફિલ્મમાં સંજય અધીરા નામનું નેગેટિવ પાત્ર ભજવવાનો છે. આ ફિલ્મમાં તે મુખ્ય વિલનનાં રોલમાં છે. સંજયે પોતાના પાત્ર વિશે કહ્યું હતું કે, મારો રોલ ‘એવેન્જર્સઃ એન્ડગેમ’નાં સુપર વિલન થાનોસની તર્જ પર હશે. ગયા વર્ષે આ ફિલ્મમાંથી સંજયનો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો, જેમાં તે મજબૂત અવતારમાં જોવા મળ્યો હતો. ચાહકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે વિલન ફરીથી હીરો પર પ્રભુત્વ જમાવશે.