Not Set/ સારા અલી ખાને કરીના-સૈફ સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ…

મુંબઇ, સારા અલી ખાન તેની આવનારી નવી ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત હોવા છતાં પણ સારાએ ક્રિસમસનો તહેવાર તેના પરિવાર સાથે મનાવ્યો. સારાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં તેના પિતા સૈફ અલી ખાન, ભાઈ ઇબ્રાહીમ, સાવકી માતા કરીના કપૂર ખાન અને નાનો ભાઇ તૈમુર નજર આવી રહ્યા છે. જો કે સારાની માતા […]

Uncategorized
sasasa સારા અલી ખાને કરીના-સૈફ સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ...

મુંબઇ,

સારા અલી ખાન તેની આવનારી નવી ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત હોવા છતાં પણ સારાએ ક્રિસમસનો તહેવાર તેના પરિવાર સાથે મનાવ્યો. સારાએ ઇન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શેર કર્યો છે જેમાં તેના પિતા સૈફ અલી ખાન, ભાઈ ઇબ્રાહીમ, સાવકી માતા કરીના કપૂર ખાન અને નાનો ભાઇ તૈમુર નજર આવી રહ્યા છે. જો કે સારાની માતા અમૃતા સિંહ આ ફોટામાં જોવા મળ્યા નથી. ઉપરાંત તૈમુર પણ આ ફોટામાં કંઈ પરેશાન અંને ઉદાસ દેખાય રહ્યો છે. આ ફોટાઓ સોશિઅલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

sasaa સારા અલી ખાને કરીના-સૈફ સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ...

કરીના સાથે ફરી જોવા મળી સારાની બોન્ડિંગ…..

ક્રિસમસ સેલિબ્રશનની આ તસ્વીરમા સારા અલી ખાન અને તેની સાવકી માતા કરીના કપૂરની બોન્ડિંગ સ્પષ્ટ દેખાય રહી છે. થોડા સમય પહેલા શેર કરેલ આ ફોટાઓને લાખો લાઈક્સ મળી છે. વેલ આપને જણાવી દઈએ કે સોશિઅલ મીડિયા પર નાના ભાઈ તૈમુર અલી ખાનની જેમ સારા અલી ખાનની પણ નવી-નવી તસ્વીરો ખૂબ પસંદ કરવામાં આવે છે.

sasa સારા અલી ખાને કરીના-સૈફ સાથે સેલિબ્રેટ કરી ક્રિસમસ...

આપને જણાવી દઈએ કે સારા અલી ખાને તાજેતરમાં જ ફિલ્મ ‘કેદારનાથ’તથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં તે બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી. ફિલ્મમાં તેના કિરદાર અને એક્ટિંગના દર્શકોએ ઘણા વખાણ કર્યા છે અને હવે તેની બીજી ફિલ્મ ‘સિમ્બા’ 28 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે એજોવા મળશે