Not Set/ આણંદની સરદાર પટેલ યુનિવર્સીટીની પરીક્ષાઓ મોકૂફ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે. ત્યારે ચારના મોટા શહેરોમાં કેટલાંક પ્રતિબંધો નાખી દેવામાં આવ્યા છે. રાજ્યસરકાર દ્વારા પણ આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યું છે. ત્યારે આણંદ ખાતે આવેલી સરદાર પટેલ યુનિ. ની પરિક્ષાઓ પણ મોકૂફ રાખવો […]

Gujarat Others
lalit vasoya 18 આણંદની સરદાર પટેલ યુનિવર્સીટીની પરીક્ષાઓ મોકૂફ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા પણ ખુબ ઝડપથી વધી રહી છે. ત્યારે ચારના મોટા શહેરોમાં કેટલાંક પ્રતિબંધો નાખી દેવામાં આવ્યા છે. રાજ્યસરકાર દ્વારા પણ આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવામાં આવ્યું છે. ત્યારે આણંદ ખાતે આવેલી સરદાર પટેલ યુનિ. ની પરિક્ષાઓ પણ મોકૂફ રાખવો નિર્ણય યુનિ. સત્તાવાળાઓ તરફથી લેવામાં આવ્યો છે.

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાન માં રાખીને SP યુનિવર્સીટીની 1st સેમિસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સ્પ યુનિ. ની પરિક્ષઓ આગામી 23 તારીખથી શરૂ થવાની હતી. જેમાં 895 જેટલા વિદ્યાર્થીઓ પરિક્ષા આપવાના હતા. જેમાં આર્કિટેકના 135 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો LLBના 730 જેટલા વિદ્યાર્થીઓ  અને ઇન્ટિરિયર ડિઝાઈનરના 30 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રખાઈ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો થઇ રહ્યો છે. ગતરોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 1415 જેટલા કોરોના કેસ સામે આવ્યા હતા.