સુરેન્દ્રનગર/ ગુજરાતની ટોપ ફાઇવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢ ના સરોડી ગામની શાળાને મળ્યું સ્થાન

ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી

Gujarat Others
Untitled 303 ગુજરાતની ટોપ ફાઇવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢ ના સરોડી ગામની શાળાને મળ્યું સ્થાન

દેવજી ભરવાડ@મંતવ્ય ન્યુઝ

ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી 5 શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ની થાનગઢના સરોડી ની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવા માં આવ્યો હતો.
આ શાળા માં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે ,8 વિધા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ,અને ફળ ,ફૂલ ,શાકભાજી,મળીને 1500થી 2000 જેટલા વૃક્ષો છે. આ શાળામાં બાળકોની સંખ્યા 450 છે. આમ વિદ્યાર્થી કરતા ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા છે. બાળકોને વૃક્ષારોપણ માટે પ્રેરવા રોપા આપી ઉછેર કરવા અપીલ કરાય છે.આમ સતત વૃક્ષોની સંખ્યા વધતા ઉનાળામાં ગરમી માંજો બહાર 43થી 44 ડિગ્રી હોય તો શાળામાં 37થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે
આવો સ્પષ્ટ ફરક પણ જોવા મળે છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના અને આઇઆઇટી ગાંધીનગર , એસએએસસી ડબલ્યુના હેડ ડો.મેહુલ દવે, ડિપાર્ટમેન્ટ અને એમ.એસ. દર્શના લીખડા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરફથી સમગ્ર ગુજરાત ભરની કુલ 180 શાળાઓમાંથી વિગતો મગાવી 5 શાળાની બેસ્ટ ગાર્ડન એવોર્ડ માટે પસંદગી કરવાની હતી. આ અંગે શાળાના આચાર્ય કેતન ભાઈ ગદાણી એ જણાવ્યું હતું કે, ગાર્ડન બનાવવામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સી.ટી.ટુંડિયા, પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી ગઢવીભાઇ, બીઆરસી પ્રવિણભાઇ સહિત નાઓ એ તાલુકાકક્ષાએપ્રોત્સાહન આપ્યું હતું તેમજ શાળાના સ્ટાફ ના નટુકાકા , લાભુબેન, હિતેશભાઈ, જાગૃતિબેન, તરલાબેન, પ્રિયાબેન,મોપમીબેન, કોમલબેન, શક્તિગૃપ મંડળ, ભીમગૃપ સહિતનો સહકાર મળતા વૃક્ષારોપણ શરૂ કર્યું હતું જેમાં ઔષધી બાગમાં અરડૂસી, અશ્વગંધા, પર્સટતી, ગિલોય, એલોવીરા, તુલસી,મિન્ટ, શતાવરી, અજમો, ડમરૂ જેવા વિવિધ ઔષધિઓ પણ વાવી છે. કિચન ગાર્ડનમાં કોબી, ફુલાવર, ટમેટા, રિંગણ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરાયું છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર, વાસના વિવિધ ગેટ પણ બનાવાયા છે. આમ શાળાને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાશે.
આ શાળા માં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત આસપાસ ના સ્થાનિક લોકો પણ અહીં થયેલ સુંદર આયોજન થી આનંદિત છે અને શાળા ના કેમ્પસ માં પોત પોતાની રીતે સેવા આપે છે અને સમય મલયે નિંદામણ દૂર કરવા સહિત ના પોતા ને યોગ્ય કામ કરી જાય છે