Not Set/ Asian Games: 16 વર્ષના સૌરભ ચૌધરીએ શૂટીંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો

જાકાર્તા, 18મી એશિયમ ગેમ્સ કોમ્પિટિશનના ત્રીજા દિવસે ભારતને નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ભારતના 16 વર્ષના શુટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એર પિસ્ટોલ શુટીંગ સ્પર્ધામાં સૌરભે એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડતાં કુલ 240.7 પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો છે. સૌરભે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 586 સ્કોર કરીને હરીફને પછાડી દીધો હતો. એશિયન ગેઇમ્સમાં […]

Top Stories
saurabh Abhishek Asian Games: 16 વર્ષના સૌરભ ચૌધરીએ શૂટીંગમાં ભારતને ગોલ્ડ અપાવ્યો

જાકાર્તા,

18મી એશિયમ ગેમ્સ કોમ્પિટિશનના ત્રીજા દિવસે ભારતને નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.ભારતના 16 વર્ષના શુટર સૌરભ ચૌધરીએ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એર પિસ્ટોલ શુટીંગ સ્પર્ધામાં સૌરભે એશિયન ગેમ્સનો રેકોર્ડ તોડતાં કુલ 240.7 પોઈન્ટ મેળવી ગોલ્ડ જીત્યો છે.

સૌરભે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 586 સ્કોર કરીને હરીફને પછાડી દીધો હતો.

એશિયન ગેઇમ્સમાં આ ભારતનો કુલ ત્રીજો ગોલ્ડ મેડલ છે અને નિશાનેબાજીમાં ભારતનો પાંચમો મેડલ છે.

એશિયન ગેમ્સમાં શુટીંગ સ્પર્ધામાં ભારતનો દબદબો ચાલુ રહ્યો હતો.શુટર અભિષેક વર્માએ પણ 10 મીટર એર પિસ્ટોલ સ્પર્ધામાં કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. અભિષેકે ફાઈનલમાં ટોપ-3માં જગ્યા બનાવી અને અંતમાં કુલ 219.3 પોઈન્ટની સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના ફાળે 7 મેડલ આવ્યાં છે,જેમાં 3 ગોલ્ડ,2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ છે.