Not Set/ સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ હડતાલ મામલો, સીએમ સાથે પહેલા બેઠક બાદ જ પૂર્ણ થશે હડતાલ: વેપારીઓ

રાજકોટ, મુખ્યમંત્રી ભાવાંતર યોજનાને લાગુ પાડવાની માગંને લઈને સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 29 જેટલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડને બીજા નાના મોટા માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓનું સમર્થન હોવાને કારણે તે પોતાની માંગને લઈને મક્કમ જોવા મળી રહી છે. આ યોજાયેલી બેઠક બાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન […]

Top Stories Rajkot Gujarat Trending Videos
mantavya 6 સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડ હડતાલ મામલો, સીએમ સાથે પહેલા બેઠક બાદ જ પૂર્ણ થશે હડતાલ: વેપારીઓ

રાજકોટ,

મુખ્યમંત્રી ભાવાંતર યોજનાને લાગુ પાડવાની માગંને લઈને સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 29 જેટલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ ભાગ લીધો હતો.

જેમાં સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડને બીજા નાના મોટા માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓનું સમર્થન હોવાને કારણે તે પોતાની માંગને લઈને મક્કમ જોવા મળી રહી છે.

આ યોજાયેલી બેઠક બાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વેપારીઓના નિવેદન વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. માર્કેટિંગના યાર્ડના પ્રમુખ ડીકે સખિયાએ જણાવ્યું હતુ કે ભાવાંતર યોજના બાબતે સરકાર હાલ વિચારી રહી છે અને માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમથી શરૂ કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પરંતુ વેપારીઓનું કહેવું છે કે મુખ્ય પ્રધાન સાથે બેઠક યોજવામાં આવે અને તેના બાદ જ અમે માર્કેટિંગ યાર્ડ શરૂ કરાશું. પરિણામે હાલની મીટિંગમાં કોઈ નિર્ણય ન આવતા હાલ આ બંધ યથાવત્ જોવા મળી રહ્યો છે.