Not Set/ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી/ લો બોલો હવે.., કોલેજો દ્વારા ગોલ્ડ મેડલ મેળવવાનું કૌભાંડ …!!!

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં શિક્ષણ જગતને બદનામ કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાનગી લો કોલેજોમાં, પોતાની કોલેજનું પરિણામ સારું દેખાડવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના 25 જેટલા પેપરોમાં ઇન્ટરનલ માર્કની લહાણી કરી ગોલ્ડ મેડલ અપાવ્યાની અને ટોપ ટેનમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓને સ્થાન અપાવી કારસ્તાન આચર્યાની ઘટના બની છે. અત્રે ફરિયાદ ઉઠી છે […]

Gujarat Others
saurastra university સૌરાષ્ટ્ર યુનીવર્સીટી/ લો બોલો હવે.., કોલેજો દ્વારા ગોલ્ડ મેડલ મેળવવાનું કૌભાંડ ...!!!

સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં શિક્ષણ જગતને બદનામ કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખાનગી લો કોલેજોમાં, પોતાની કોલેજનું પરિણામ સારું દેખાડવા માટે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના 25 જેટલા પેપરોમાં ઇન્ટરનલ માર્કની લહાણી કરી ગોલ્ડ મેડલ અપાવ્યાની અને ટોપ ટેનમાં ચારથી પાંચ વિદ્યાર્થીઓને સ્થાન અપાવી કારસ્તાન આચર્યાની ઘટના બની છે.

અત્રે ફરિયાદ ઉઠી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી લો કોલેજો સારા પરિણામ માટે વિદ્યાર્થીઓને ઈન્ટરનલ માર્કસની લ્હાણી કરી રહી છે.  ઈન્ટર્નલ માર્કસ 30માંથી 30 આપીને સેમેસ્ટર-6માં 90થી 95 માર્કસ આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે. વિદ્યાર્થીઓને ટોપ 10માં લાવવા માટે આ પ્રકારના કારસ્તાન થઈ રહ્યા હોવાની ફરિયાદ છે. આ અંગે કુલપતિ એ જણાવ્યું હતું કે, લો ફેકલ્ટીના સભ્યોએ મને રજૂઆત કરી છે, એક કોલેજમાં આ પ્રકારે ઇન્ટરનલ માર્ક વધુ મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તપાસમાં ગેરરીતિ સામે આવશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા 4 વર્ષમાં અંદાજે 150થી વઘુ વિદ્યાર્થીઓને માર્કની લહાણી કરાયાની હકીકત પ્રકાશમાં આવી છે. આ બાબત ધ્યાનમાં આવતા ચોંકી ઉઠેલા ફેકલ્ટીના સભ્યોએ તાકીદની બેઠક બોલાવી કુલપતિ અને પરીક્ષા નિયામકને ફરિયાદ કરી છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે હાલમાં કુલ 27 લો કોલેજો સંલગ્ન છે. જેમાં ચાર ગ્રાન્ટ ઇન એઇડ અને એક સરકારી લો કોલેજને બાદ કરતા બાકીની 22 ખાનગી લો કોલેજ છે. સરકારી લો કોલેજ અને ગ્રાન્ટેડ લો કોલેજમાં છેલ્લા ચાર વર્ષમાં એકપણ વિદ્યાર્થીને ગોલ્ડમેડલ મળ્યો નથી. જયારે  થોડા સમય પહેલા લો ફેકલ્ટીના એક પદાધિકારીના ધ્યાનમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી લો કોલેજના વિદ્યાર્થીઓના ગુણ વચ્ચે રહેલા જમીન-આસમાનના અંતરની હકીકત આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ બાબતે તપાસ કરતા છેલ્લા ચાર વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ચોક્કસ ખાનગી લો કોલેજના વિદ્યાર્થીઓ જ ગોલ્ડમેડાલિસ્ટ બનતા હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી હતી.