Not Set/ ભાવનગર/ તળાવના રિનોવેશનમાં સમયમર્યાદા વધારા થી કોને ફાયદો ..? કોને નુકશાન ..?

ભાવનગરમાં ગંગાજલીયા તળાવને મનપા દ્વારા બ્યુટીફીકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તો આ તળાવનુ કામ ગોકુલગાયની ગતિએ ચાલી રહ્યું છે. ડીસેમ્બર માસમાં આ તળાવના કામની સમય મર્યાદા પૂર્ણ થવાની છે. તો સમય મર્યાદા પૂર્ણ થયા પછી કોન્ટ્રકટરને સમય મર્યાદા વધારી કામના વધુ પૈસા ચૂકવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા કોઈ પણ વિકાસના કામો સમયસર પુરા કરવામાં […]

Gujarat Others
ભાવનગર 1 ભાવનગર/ તળાવના રિનોવેશનમાં સમયમર્યાદા વધારા થી કોને ફાયદો ..? કોને નુકશાન ..?

ભાવનગરમાં ગંગાજલીયા તળાવને મનપા દ્વારા બ્યુટીફીકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તો આ તળાવનુ કામ ગોકુલગાયની ગતિએ ચાલી રહ્યું છે. ડીસેમ્બર માસમાં આ તળાવના કામની સમય મર્યાદા પૂર્ણ થવાની છે. તો સમય મર્યાદા પૂર્ણ થયા પછી કોન્ટ્રકટરને સમય મર્યાદા વધારી કામના વધુ પૈસા ચૂકવામાં આવશે. મહાનગર પાલિકા દ્વારા કોઈ પણ વિકાસના કામો સમયસર પુરા કરવામાં આવતા નથી. તો વિરોધ પક્ષે મહાનગર પાલિકા સામે વિરોધ ઠાલવ્યો હતો.

ભાવનગર શહેરની મધ્યમાં આવેલા ગંગાજલીયા તળાવને મનપા દ્વારા બ્યુટીફીકેશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જે કામ સમય મર્યાદા પૂર્ણ થવાને માત્ર બે માસ બાકી હોવા છતાં કામ ગોકળગાયની ચાલતું હોવા છતાં મહાનગર પાલિકા સત્તાધીશો દ્વારા કામ મોડું પૂર્ણ થવા સાથે ચુંટણી સમયે લોકાર્પણ કરવા ઈચ્છતા હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે.

ભાવનગર શહેરના હાર્દ સમા ગંગાજલીયા તળાવનું મુખ્યમંત્રી સુવર્ણિમ યોજનાની ગ્રાન્ટ માંથી 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશનની કામ હાથ ધરાયું છે. જેની સમય મર્યાદા 24 માસની છે. ત્યારે હજુ આ તળાવનું કામ અડધું પણ પૂર્ણ થયું નથી. આગામી ડીસેમ્બર માસમાં આ તળાવના કામની સમય મર્યાદા પૂર્ણ થવાની હોવા છતાં ગોકુલગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે અને સમય મર્યાદા પૂર્ણ થાય પછી કોન્ટ્રકટરને સમય મર્યાદા વધારી કામના વધુ પૈસા ચૂકવામાં આવશે તેમજ મહાનગર પાલિકા દ્વારા કોઈ પણ વિકાસના કામો સમયસર પુરા કરતા નથી હોવાનો વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે ગંગાજળીયા તળાવનું રીનોવેશન કામ હાથ ધરાયું છે તે ખર્ચમાં પૂરું નવું તળાવ ઉભું કરી શકાય અને તેમ છતાં આ તળાવનું કામ સમય મર્યાદા સાથે કોઈ રીતે પૂરું થઇ જાય તેવું લાગી રહ્યું નથી હોવાનું વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરાયો છે. તળાવની કામ હાથે કરીને ધીમી ગતિએ ચલાવી ચુંટણી સમયે લોકાર્પણ કરશે તેવી લાગી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. જેના થી કોન્ટ્રાકટરને પણ ફાયદો કરી આપવાનો પણ આક્ષેપ વિરોધ પક્ષના નેતાએ કર્યો હતો.

તો સાથે જ ગંગાજળીયા તળાવના બ્યુટીફીકેશન માટે કરતા કરોડોના ખર્ચ અંગે શહેરના સ્થાનિક આગેવાન દ્વારા જણાવ્યું હતું કે શહેરમાં રોડ રસ્તા, ડ્રેનેજ અને પાણી સહીટની અનેક પ્રથમિક સુવિધાનો અભાવ છે. તો મહાનગર પાલિકાના ભાજપના સત્તાધીશોને પ્રથમ તો લોકોની પ્રથમિક સુવિધા પૂરી પાડવા અંગે વિચારવું જોઈએ કરોડોના ખર્ચ થી તળાવની રીનોવેશન કરી લોકોના ટેક્ષના પૈસાનું પાણી કરવું યોગ્ય નથી.

ગંગાજલીયા તળાવની કામ ધીમી ગતિએ ચાલતું હોવા અંગે મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવ્યું હતું કે ગંગાજલીયા તળાવને લોકોને હરવા ફરવા અને મુખ્ય બજારમાં આવતા લોકોની વીસમાની સુવિધા માટે 10 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવી રહ્યું છે અને જેમાં લોકો સાથે બાળકો માટે પણ મનોરંજનના સાધનો હશે. જેનું કામ હાલ શરુ જ છે અને બે માસની સમય મર્યાદા બાકી છે તે પહેલા ગંગાજળીયા તળાવનું કામ પૂર્ણ કરું લોકાર્પણ કરી દેવામાં આવશે. તેમજ આજુબાજુમાં રહેલા દબાણોને પણ દુર કરવામાં આવશે.

ભાવનગર શહેરમાં એક તરફ જોવા જઈએ તો બાગ બગીચા ને હરવા ફરવાના સ્થાનો નહીવત છે અને જે છે તે બિસ્માર હાલતે છે ત્યારે ગંગાજળીયા તળાવને રીનોવેશન કરી લોકો હરવા ફરવા આવી શકે તેવું બનાવે તે એક સારી બાબત છે. પણ બીજી બાજુ જોવા જઈએ તો ગંગાજળીયા તળાવને ફરતે અનેક દબાણો જે અડચણરૂપ છે તે હટાવા પણ મનપા દ્વારા લોઢાના ચણા ચાવવા જેવું છે ત્યારે શું સમય મર્યાદા સાથે એક નવા રૂપ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.