OMG!/ મેઘાલયમાં મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાં, થઇ રહીં છે રિચર્સ

મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના વિસ્તારમાંથી લગભગ 10 કરોડ વર્ષો પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે.

Top Stories India Trending
A 49 મેઘાલયમાં મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાં, થઇ રહીં છે રિચર્સ

મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના વિસ્તારમાંથી લગભગ 10 કરોડ વર્ષો પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. સંશોધનકારોનું આ નિષ્કર્ષ હજી પ્રકાશિત થયું નથી. ભારતીય ભૂવેજ્ઞાનિક સર્વેક્ષણના સંશોધકોએ તેમની તાજેતરની સાઇટની મુલાકાત પછી આ તારણ કાઢ્યું  હતું.

જીએસઆઇ સંશોધનકારોએ નોંધ્યું છે કે આ પ્રથમ વખત છે કે સંભવત: ટાઇટેનોસોરિયાઇ મૂળના સોરોપોડના અવશેષો મળી આવ્યા છે. સોરોપોડની લાંબી ગરદન, લાંબી પૂંછડી, બાકીના શરીર કરતાં માથું ટૂંકુ, ચાર જાડા અને થાંભલા જેવા પગ હોય છે.

આ પણ વાંચો :ઉત્તરાખંડ અને હિમાચલમાં વાદળ ફાટવાથી ભારે તબાહી, આજે પણ ઓરેન્જ એલર્ટની જાહેરાત

તેમણે કહ્યું કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી મેઘાલય ભારતનું પાંચમું રાજ્ય છે અને પહેલો પૂર્વોત્તર રાજ્ય છે જ્યાં ટાઇટેનોસોરિયાઇ મૂળના સોરોપોડ્સના હાડકાં મળી આવ્યા છે. જીએસઆઈના પેલેઓનોલોજી વિભાગના વરિષ્ઠ ભૂવેજ્ઞાનિક અરિંદમ રાયે જણાવ્યું હતું કે મેઘાલયમાં જીએસઆઈને 2001 માં ડાયનાસોરના હાડકાં પણ મળી આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની વર્ગીકરણ ઓળખ શક્ય નહોતી.

આ પણ વાંચો :કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે બનશે ઘાતક, મહારાષ્ટ્ર થી થશે પ્રારંભ

તેમણે કહ્યું કે આ વખતે ઓળખાતા હાડકાં 2019-2020 અને 2020-21માં મળી આવ્યા હતા, જે આશરે 10 કરોડ વર્ષ જૂના હોવાનો અંદાજ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ તારણો પ્રારંભિક અભ્યાસ પરથી લેવામાં આવ્યા છે, હાલમાં તેની વિગતવાર કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : ભારત અને બ્રિટન વચ્ચે બમણા વેપાર માટે સહમતી, સંરક્ષણ ક્ષેત્રે પણ ધ્યાન કરશે કેન્દ્રિત

kalmukho str 2 મેઘાલયમાં મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાં, થઇ રહીં છે રિચર્સ