Not Set/ SC એ સોશિયલ નેટવર્કિંગ સાઇટના પ્રાઇવેસીને લઇને સરકાર પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે વ્હાટ્સએપ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા વ્યક્તિગત વાતચિતના વ્યપારીક શોષણને નિયંત્રિત કરવા માટે પ્રાઇવેસીની પોલિસી બનાવવા માટે કરવામાં આવેલી અરજી પર સરકાર અને દુરસંચાર નિયામક પાસે સોમાવારે જવાબ માંગવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહર અને ન્યાયમૂર્તિ ઘનંજય વાઇ ચંદ્રચૂડની પીઠે વ્હાઇટ્સએપ અને ફેસબુકને પણ નોટિસ પાઠવી છે. […]

Uncategorized
supreme court SC એ સોશિયલ નેટવર્કિંગ સાઇટના પ્રાઇવેસીને લઇને સરકાર પાસે માંગ્યો જવાબ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે વ્હાટ્સએપ અને ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા વ્યક્તિગત વાતચિતના વ્યપારીક શોષણને નિયંત્રિત કરવા માટે પ્રાઇવેસીની પોલિસી બનાવવા માટે કરવામાં આવેલી અરજી પર સરકાર અને દુરસંચાર નિયામક પાસે સોમાવારે જવાબ માંગવામાં આવ્યો હતો. ચીફ જસ્ટિસ જગદીશ સિંહ ખેહર અને ન્યાયમૂર્તિ ઘનંજય વાઇ ચંદ્રચૂડની પીઠે વ્હાઇટ્સએપ અને ફેસબુકને પણ નોટિસ પાઠવી છે. આ તમામે બે સપ્તાહની અંદર જવાબ આપવો પડશે.

પીઠે આ મામલે અટર્ની જનરલ મુકુલ રોહતગી પાસેથી સહયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે,  આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ દેશની 15 કરોડથી વાધારે લોકના આંતર વૈયક્તિક વાતચિત વ્યક્તિગતતા સાથે સમજૂતી કરી રહ્યા છે. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ આરોપ લગાવ્યો હતો કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટ નાગરિકોની વ્યક્તિગતતાનું અતિક્રમણ કરી રહી છે. જે સંવિધાનના અનુચ્છેદ 19 અભિવ્યક્તિની આઝાદી અને અનુચ્છેદ 21 જીવવાનો અધિકારના ઉલ્લંઘનન સમાન છે. તેમણે કહ્યું હતું કે, જીવવાના અધિકારમાં વ્યક્તિગતતાનો અધિકાર પણ સામેલ છે.