Not Set/ ઈન્ડિયન આર્મીમાં મહિલા અધિકારીઓને લઇને SC નો મોટો નિર્ણય, મળશે કાયમી કમિશન

સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલાઓનાં કાયમી કમિશન અંગે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 2010 માં દિલ્હી હાઈકોર્ટનાં નિર્ણયને પડકારતી કેન્દ્ર સરકારની અપીલ નામંજૂર કરી દીધી છે. આ અપીલ આર્મીમાં લેડી ઓફિસર્સને આપવામાં આવતા કાયમી કમિશનને લગતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટનાં નિર્ણય પછી કેન્દ્ર સરકારે સેનામાં લેડી અધિકારીઓને કાયમી કમિશન આપવું […]

Top Stories India
Women Officers in Indian Army ઈન્ડિયન આર્મીમાં મહિલા અધિકારીઓને લઇને SC નો મોટો નિર્ણય, મળશે કાયમી કમિશન

સુપ્રીમ કોર્ટે સોમવારે સેનામાં મહિલાઓનાં કાયમી કમિશન અંગે મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 2010 માં દિલ્હી હાઈકોર્ટનાં નિર્ણયને પડકારતી કેન્દ્ર સરકારની અપીલ નામંજૂર કરી દીધી છે. આ અપીલ આર્મીમાં લેડી ઓફિસર્સને આપવામાં આવતા કાયમી કમિશનને લગતી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી હાઈકોર્ટનાં નિર્ણય પછી કેન્દ્ર સરકારે સેનામાં લેડી અધિકારીઓને કાયમી કમિશન આપવું જોઈએ.

હવે સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને સેનામાં મહિલાઓને કાયમી કમિશન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, મહિલાઓને સેનામાં વિવિધ વિભાગોમાં કમાન્ડિંગ પોસ્ટ્સ આપવામાં આવે. 2010 માં, દિલ્હી હાઈકોર્ટે શોર્ટ સર્વિસ કમિશન હેઠળ આવનાર મહિલાઓને 14 વર્ષ પૂરા થતાં પુરુષોની જેમ કાયમી કમિશન આપવાનો આદેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં આની સામે અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ આદેશને ત્રણ મહિનામાં અમલમાં લાવવાની વાત કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મહિલા સૈન્ય અધિકારીઓને કમાન્ડિંગ પોસ્ટ પણ મળશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર અધિકારીઓને કમિશન ન આપીને આ કેસની તરફેણ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા મનોવૈજ્ઞાનિક મર્યાદાઓ અને સામાજીક માનકોને જે રીતે ટાંકવામા આવેલ છે, તેનાથી લેડી ઓફિસર્સને મળતી તકોને આપવાની મનાઇ કરવામાં આવી રહી છે. આ ઘણું તકલીફોથી ભરેલ છે અને તેને સ્વીકારવામાં ન આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.