વડોદરા/ શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ, ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર  આક્ષેપ

પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે. જો કે આ કૌભાંડમાં કોની સંડોવણી છે એ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર  આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા છે.

Top Stories Gujarat Vadodara
શિક્ષણ સમિતિ 2 શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ, ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર  આક્ષેપ

વડોદરામાં આવાસ યોજનાના મકાનોનું કૌભાંડ હજુ શાંત નથી પડ્યું, ત્યાં પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ ના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ થયાનું સામે આવ્યું છે. જો કે આ કૌભાંડમાં કોની સંડોવણી છે એ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર  આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવા લાગ્યા છે.

શિક્ષણ સમિતિ ૩ શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ, ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર  આક્ષેપ

વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ ના ચોથા વર્ગના કર્મચારીઓ વર્ષો પછી પણ કાયમી નથી થઈ શક્યા. લેબર કોર્ટના આદેશ બાદ આ અંગેની દરખાસ્ત ગત વર્ષે શિક્ષણ સમિતિએ તો મંજૂર  કરી દીધી હતી. પરંતુ પાલિકાની સામાન્ય સભામાં અ દરખાસ્ત મંજૂર કરવામાં ન આવી. શિક્ષણ સમિતિના પ્રમુખ નિલેશ રાજે ચોથા વર્ગના કર્મચારીઓ પાસેથી 29 લાખ જેટલા રૂપિયાની રકમ ઉઘરાવ્યાની વાત આવતાં આ દરખાસ્ત અટકાવી દેવામાં આવી હતી. એટલું જ નહીં પણ વર્તમાન મેયર કેયૂર રોકડિયાએ રૂપિયા પરત આપવાનો આદેશ આપતાં 16 લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા છે.

શિક્ષણ સમિતિ શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ, ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર  આક્ષેપ

સમગ્ર મામલાની વાત કરીએ તો  વર્ષ 1992માં શિક્ષણ સમિતિમાં ચોથા વર્ગના  570 કર્મચારીઓની ભરતી કરાઈ હતી. જેમને નિયમ મુજબ નોકરીના વર્ષો પૂર્ણ થવા છતાં કાયમી કરવામાં આવ્યા ન હતા. કર્મચારીઓએ લેબર કોર્ટમાં કેસ કરતા કોર્ટે નિયત સમય પૂર્ણ કરનારા કર્મીઓને કાયમી કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ શિક્ષણ સમિતિની દરખાસ્ત પૂર્વ મેયર જીગીશા શેઠ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

જે કર્મચારીઓને કાયમી નથી કરવામાં આવ્યા એ કર્મચારીઓ જણાવી રહ્યા છે કે તેમની પાસેથી 10-10 હજાર રૂપિયા સુધીની રકમ ઉઘરાવવામાં આવી હતી. જો કે પૂર્વ વિપક્ષ નેતા નરેન્દ્ર જયસ્વાલનું કહેવું છે કે આ રકમ કોર્ટ કાર્યવાહી માટે ઉઘરાવાઈ હતી.જ્યારે કોંગ્રેસના અમી રાવત આ મામલે ભાજપ સામે આક્ષેપ કરી રહ્યા છે.

શિક્ષણ સમિતિ ૩ 1 શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવામાં કૌભાંડ, ભાજપ અને કોંગ્રેસના એકબીજા પર  આક્ષેપ

કર્મચારીઓની ભરતી કોંગ્રેસના શાસન વખતે થઈ હોવાથી મેયર કોંગ્રેસ સામે આક્ષેપ કરી રહ્યા છે. જ્યારે વર્ષોથી મનપામાં ભાજપનું શાસન હોવાથી કોંગ્રેસના નેતાઓ ભાજપ સામે આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે રૂપિયા ઉઘરાવવાનું સત્ય શું છે એ તટસ્થ તપાસ થાય તો જ  સામે આવશે તેવું લાગી રહ્યું છે. તો કર્મચારીઓની કાયમી થવાની વાત બાજુ પર જતી રહી છે. તેમને કાયમી કરવાની દરખાસ્ત ક્યારે મંજૂર થશે તે જોવું રહ્યું.

કૂખના કાતિલ / સંવેદનશીલ મુખ્યમંત્રીના શહેરમાં જ ગેરકાયદે ગર્ભપરીક્ષણનો પર્દાફાશ

Weather Update / યૂપી-બિહાર સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

શાબ્દિક હુમલો / રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કર્યો શાબ્દિક પ્રહાર..જાણો શું કહ્યું

ઈસ્લામાબાદની ભૂમિકાનો દાવો / અફઘાનિસ્તાનમાં તાલીબાનના રાજથી પાકિસ્તાન ખુશ , જણાવ્યું