Not Set/ ગાંધીનગર : મહેસુલ વિભાગનાં કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા

ગાંધીનગરમાં મહેસુલ વિભાગનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સુત્રોનુ કહેવુ છે કે, પડતર માંગણીઓને લઇ હડતાળ કરવામાં આવી હોય તેવુ સામે આવી રહ્યુ છે. બદલી અને બઢતીનાં પ્રશ્નો મુદ્દે કર્મચારીઓ હડતાળ પર ગયા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ હડતાળનાં કારણે જનસેવાને અસર થઇ શકે છે તેવુ પણ સુત્રો જણાવી રહ્યા છે. ગાંધીનગરમાં પોતાની પડતર માંગણીઓને […]

Gujarat
gandhinagara dhrna ગાંધીનગર : મહેસુલ વિભાગનાં કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા

ગાંધીનગરમાં મહેસુલ વિભાગનાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સુત્રોનુ કહેવુ છે કે, પડતર માંગણીઓને લઇ હડતાળ કરવામાં આવી હોય તેવુ સામે આવી રહ્યુ છે. બદલી અને બઢતીનાં પ્રશ્નો મુદ્દે કર્મચારીઓ હડતાળ પર ગયા હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ હડતાળનાં કારણે જનસેવાને અસર થઇ શકે છે તેવુ પણ સુત્રો જણાવી રહ્યા છે.

padtar ગાંધીનગર : મહેસુલ વિભાગનાં કર્મચારીઓ પડતર માંગણીઓને લઇને હડતાળ પર ઉતર્યા

ગાંધીનગરમાં પોતાની પડતર માંગણીઓને સંતોષવા માટે મહેસુલ વિભાગનાં કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે. ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનમાં કર્મચારીનાં પ્રમુખે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાત કરતા કહ્યુ કે, છેલ્લા બે વર્ષથી ગુજરાત સરકારમાં અમારી 13થી 14 માંગણીઓ પડતર છે. આ માંગણી બાબતે મહેસુલ મંત્રી અને એસીએસ સાથે બે થી ત્રણ વખત મીટિંગો થઇ હતી. ત્યારે તેમણે સમય મર્યાદામાં બાહેધરી આપી હતી કે અમે નિકાલ આપી દઇશુ. તેમ છતા આજ દિન સુધી નિકાલ ન થવાથી અમારે ના છુટકે આજથી ધરણાનો કાર્યક્રમ રાખવો પડ્યો છે.

અન્ય કર્મચારીએ જણાવ્યુ કે, અમે આજે રજાનાં દિવસે ધરણા પ્રદર્શન એટલે જ કરી રહ્યા છીએ કારણ કે અમે નથી ઇચ્છતા કે કોઇ સામાન્ય નાગરિકને અમારા કારણે હાલાકીનો સામનો કરવો પડે. રજાનો દિવસ અમારા મહામંડળે નક્કી કર્યો છે. અમે સરકાર સુધી અમારો અવાજ પહોચાડવા માંગીએ છીએ, પરંતુ અમે તે વાતનું પણ ચોક્ક્સ ધ્યાન રાખીશુ કે અમારા કારણે સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.