ગુજરાત/ વાપીમાં વરસાદી પાણીમાં સ્કૂલબસ ફસાઈ : વિદ્યાર્થીનાં બચાવથી રાહત

આસપાસના લોકોને જાણ થતાં તાત્કાલિક આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

Gujarat Others
વાપી

વાપીમાં સતત બે દિવસથી ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વાપીમાં આજે સતત પાંચ ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો. આથી કલાકો સુધી વાપીના રેલ્વે અંડર પાસમાં પાણી ભરાઈ ગયા હતા. આજે વહેલી સવારે પણ ત્રણ ઇંચ થી વધારે વરસાદને કારણે વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું તેમ છતાં આ અંડર પાસ માંથી પસાર થતી એક સ્કૂલ બસ અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. 20 વિદ્યાર્થીઓ અને બસના ચાલક અને ક્લીનર બસમાં જ સવાર હતા. એ વખતે જ અધવચ્ચે બસ ફસાઈ જતા બાળકોનાં જીવ તાળવે  ચોટ્યા હતા.  જોકે આસપાસના લોકોને જાણ થતાં તાત્કાલિક આસપાસના લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં આસપાસના લોકોની અને અને બસના ચાલકની સમયસૂચકતાને  કારણે 20થી વધુ વિદ્યાર્થીઓને ચમત્કારિક બચાવ થયો હતો અને એક મોટી દુર્ઘટના થતા ટળી હતી.

વાપી

આ પણ વાંચો : ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદનાં સાયન્સસિટીથી રાજ્ય વ્યાપી શુભારંભ