Gujarat/ 10 માસ બાદ ખુલશે શાળા-કોલેજો, તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ

કોરોનાકાળમાં જીત નક્કી. જી હા સમગ્ર રાજ્ય માટે સારા સમાચાર સામે આવ્યા છે. 11 જાન્યુઆરી સોમવારથી ગુજરાતમાં રાબેતામુજબ શાળા અને કોલેજોનો વિધિવત રીતે ફરી પ્રારંભ થશે…

Gujarat Others

@કામેશ ચોકસી, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

કોરોનાકાળમાં જીત નક્કી. જી હા સમગ્ર રાજ્ય માટે સારા સમાચાર સામે આવ્યા છે. 11 જાન્યુઆરી સોમવારથી ગુજરાતમાં રાબેતા મુજબ શાળા અને કોલેજોનો વિધિવત રીતે ફરી પ્રારંભ થશે. 10 મહિનાનાં લાંબા વિરામ બાદ જાણે બગીચાનાં ફુલો જાણે બુકેમાં ગોઠવાઇ જશે. પ્રાથમિક ધોરણે ધોરણ-10 અને 12નાં વર્ગો શરૂ કરવામાં આવશે.અગાઉ રાજ્યનાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી કે 11મી જાન્યુઆરીથી રાજ્યમાં શાળા-કોલેજો ખુલશે અને ફરી શિક્ષણનાં કાર્યને વેગવંત બનાવાશે.શાળા-કોલેજો ખુલશે સાથે જ તમામ શાળા-કોલેજોએ કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

શું છે નવી ગાઇડલાઇનનાં નિયમો?

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓએ વાલીઓની સંમતિ બાદ સહમતિપત્રક લઇ શાળાએ જવાનું રહેશે.કોરોના હજી ગયો નથી અને તમામ લોકોએ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.જેને લઇને શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.ખાસ કરીને તમામ ચાલુ થતી શાળાનું રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરવામાં આવશે.માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ,બે ગજની દૂરીનું પાલન,સેનેટાઇઝર સહિતની માર્ગદર્શિકાનું તમામે પાલન કરવું પડશે.ઓનલાઇન સ્ટડી પણ શાળા દ્વારા ચાલુ રહેશે જેથી કોઇપણ વિદ્યાર્થીને અભ્યાસમાં નુકસાન ના જાય.PG,UG,છેલ્લાં વર્ષનું શિક્ષણકાર્ય શરૂ કરાશે.ગુજરાત રાજ્યનાં તમામ બોર્ડને નિયમ લાગૂ પડશે.

માસ પ્રમોશન નહીં અપાય

રાજ્યનાં શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઇને પણ હાલમાં માસ પ્રમોશન આપવામાં નહી આવે.તમામ વર્ગનાં બાળકોને જેટલો અભ્યાસ શાળા તરફથી કરાવાયો છે તે પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે.ધો.10 અને 12નાં વર્ગો ચાલુ થયા બાદ તબક્કાવાર રીતે શાળા ઓડ-ઇવન સિસ્ટમ પ્રમાણે પણ ચાલુ થાય તેવા સંકેત શિક્ષણપ્રધાને આપ્યા હતા.

તો કોરોના સામે જીત પાક્કી

આગામી 16મી જાન્યુઆરીથી એકબાજુ તબક્કાવાર રીતે રાજ્યમાં રસીકરણનો કાર્યક્રમ શરૂ થવાનો છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા પણ જાહેરાત કરાઇ હતી કે રાજ્યનાં તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ,હેલ્થ વર્કર અને  ફ્રન્ટલાઇન વોરિઅર્સને વેક્સિન આપવામાં આવશે.ત્યારબાદ રજિસ્ટર્ડ લોકોને વેક્સિન આપવામાં આવશે.વેક્સિન આપ્યા બાદ અડધો કલાક સુધી ઓબ્ઝર્વેશન રૂમમાં વ્યકિતઓને રખાશે. બાદમાં બીજા તબક્કામાં બીજી વેક્સિન આપવામાં આવશે.ગુજરાતમાં હવે તબક્કાવાર રીતે કોરોનાનાં કેસો પણ ઘટી રહ્યાં છે સામે જ રિકવરી રેટ પણ વધી રહ્યો છે.ગુજરાત અને ગુજરાતીઓ તમામ લડતમાં જીત માટે કટિબદ્ધ છે ત્યારે કોરોના સામે કોવિડ ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન થશે તો કોરોના સામે જીત પાક્કી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…