ઘૂસણખોરી/ કાશ્મીરમાં સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો,એક આંતકવાદી ઠાર, બે સૈનિકો ઘાયલ

આંતકવાદી પાસેથી એકે 47 રાયફલ, ચાર એકે 47 મેગેઝિન, દારૂગોળો અને બે ગ્રેનેડ મળી આવ્યા છે.

Top Stories
ashmir કાશ્મીરમાં સુરક્ષાદળોએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો,એક આંતકવાદી ઠાર, બે સૈનિકો ઘાયલ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતમાં ઘૂસવાનો પ્રયાસ સુરક્ષા દળો દ્વારા નાકામ કરી દેવામાં આવ્યો હતો. રાજૌરી જિલ્લામાં એલઓસી પર નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની ઘુસણખોરની હત્યા કરવામાં આવી છે. જોકે, બે જવાન પણ ઘાયલ થયા છે. કામગીરી હજી ચાલુ છે.માહિતી અનુસાર, પાકિસ્તાની આતંકવાદીઓના એક જૂથે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ચેતવણી સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો.

જોકે, ઘૂસણખોરોએ સુરક્ષા દળોને નિશાન બનાવતા ફાયરિંગ કર્યું હતું. પરંતુ સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કરીને જવાબી કાર્યવાહી કરી અને એક આતંકીને ઠાર માર્યો હતો આ ફાયરિંગમાં ભારતીય સેનાના બે જવાન પણ ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પાસેથી એકે 47 રાયફલ, ચાર એકે 47 મેગેઝિન, દારૂગોળો અને બે ગ્રેનેડ મળી આવ્યા છે.