Not Set/ જુઓ,આજની હેડલાઈન

11:30am મહેસાણા: રંગપુરડા ગામે આવેલ કોટન મિલના કમ્પાઉન્ડમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાથી 17 ગાડી જેટલો કપાસ બળીને ખાક થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી  છે. ———————————————————————————————– નવસારી: મરોલિયા હોસ્પિટલ માંથી સીસીટીવી અને ટેલીફોનના […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

11:30am

મહેસાણા: રંગપુરડા ગામે આવેલ કોટન મિલના કમ્પાઉન્ડમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાથી 17 ગાડી જેટલો કપાસ બળીને ખાક થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી  છે.

———————————————————————————————–

નવસારી: મરોલિયા હોસ્પિટલ માંથી સીસીટીવી અને ટેલીફોનના વાયરો ચોરતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

———————————————————————————————–

બનાસકાંઠા: હિમતનગર-વિજાપુર માર્ગ પર ખાણ ખનીજ વિભાગના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અધિકારીએ ટ્રકને રોકી રોયલ્ટીના પાસ ન હોવાથી કાર્યવાહી કરતા ધમકી આપી હતી.

———————————————————————————————

બનાસકાંઠા: હિંમતનગર નગરપાલિકાની કેનાલ ફ્રન્ટ પરની ૧૧૧ દુકાનોની હરાજીમાં રૂપિયા ૧૩.૧૦ કરોડ ઉપજ્યા છે. પ્રથમ દિવસે ૨૭ દુકાનોની હરાજીમાં રૂપિયા ૧૩.૧૦ કરોડની આવક થઇ છે. ૬૮ જણાએ એક-એક લાખ ડીપોજીટ ભરી છે.

——————————————————————————————-

બનાસકાંઠા: ખેડબ્રહ્મામાં મહાકાલી મંદિર નજીક બાઈક અને મારુતિ વચ્ચે અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલક યુવાનનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

——————————————————————————————

બનાસકાંઠા: ભીલડી ખાતે દીક્ષા સમારોહમાં જઈ રહેલા ડીસાના જૈન પરિવાર ની ગાડી ને અજાણ્યા વાહનની ટક્કર મારતાં વેપારીનું મોત નીપજ્યું હતું.. જયારે ત્રણ લોકો ઘવાયા થયા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો.

—————————————————————————————–

બનાસકાંઠા: જિલ્લા દલિત સંગઠને કલેકટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી મૌનપાળી જિલ્લા કલેકટરરે મૃતક ભાનુભાઇના પરિવારને એક કરોડ રૂપિયા આપી પરિવારના બે સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું હતું.

—————————————————————————————-