Not Set/ જુઓ,આજની હેડલાઈન

11:30am જમ્મુ કાશ્મીરઃ બાંદીપુરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં બે થી ત્રણ આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો છે. ————————————————————————————— ગાંધીનગર: આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ છે. ત્યારે વિધાનસભા ગૃહમાં 12 વાગ્યે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ ચાલશે. ત્યાર બાદ વિવિધ વિભાગો દ્વારા પૂછાયેલા […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

11:30am

જમ્મુ કાશ્મીરઃ બાંદીપુરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં બે થી ત્રણ આતંકવાદીઓ અને જવાનો વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો છે.

—————————————————————————————

ગાંધીનગર: આજે વિધાનસભા સત્રનો ચોથો દિવસ છે. ત્યારે વિધાનસભા ગૃહમાં 12 વાગ્યે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ ચાલશે. ત્યાર બાદ વિવિધ વિભાગો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર રજૂ કરવામાં આવશે.

—————————————————————————————

નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે આઈટીબીપી ટનલ દ્વારા 9000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમની હાલની જળસપાટી 110.19 મીટર છે. તમામ પાવર હાઉસ બંધ રહેતા સરકારને કરોડોનું નુકશાન થઇ શકે તેમ છે.

————————————————————————————

સાબરકાંઠાઃ હિમતનગરમાં સિવિલ સર્કલ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ દલિત સમાજ ધ્વારા કેન્ડલ સળગાવી આત્મવિલોપનમાં જીવ ગુમાવનાર ભાનુભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.

———————————————————————————–

હિમતનગર: દલિત સેના ધ્વારા રેલી યોજી જીલ્લા કલેકટરને પડતર પ્રશ્નોના નિકાલની માગણીનું આવેદનપત્ર આપ્યું છે. જેમાં જીલ્લાના 21 થી વધુ પડતર પ્રશ્નોના નિકાલ 14 એપ્રિલ સુધીમાં કરવા અલ્ટીમેટમ આપ્યું છે. જીલ્લાના હિમતનગર અને ઇડરમાં 48 કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની નજરમાં ધો-10 અને 12 ની પરિક્ષા યોજવામાં આવશે.

———————————————————————————-

અરવલ્લી: મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂત સાથે છેતરપિંડી કરનાર રિદ્ધિ પ્રોટીન્સનું લાયસન્સ હંગામી ધોરણે રદ કરાયું. જેમાં વેપારીએ જાહેર હરાજીમાં પડેલા ભાવ કરતાં મણ દીઠ રૂપિયા 10 ઓછા ચૂકવ્યા છે. મોડાસાના માલપુર અને મેઘરજ રોડનું 16 કરોડના ખર્ચે નવીનીકરણ થશે બંને રસ્તા ફોરલેન બનવાની સાથે ફૂટપાથ અને રોશનીથી ઝળહળતા થશે.

———————————————————————————–