Not Set/ જુઓ, આજની હેડલાઈન્સ

11:00 દિલ્હી:પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓની ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. આન બાન સાન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનો સંદેશ આપી પીએમ મોદીએ અમર જવાનોને સલામી આપી હતી. ——————————————————————————————— અમદાવાદઃ જાણીતા કવિ અને શાયર જલન માતરીનું નિધન થયું છે.જલન માતરી લાંબા સમયથી બિમાર હતા. ——————————————————————————————— દિલ્હી; આજે દેશભરમાં 69માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી […]

Gujarat
PARTH 10 જુઓ, આજની હેડલાઈન્સ

11:00

દિલ્હી:પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓની ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. આન બાન સાન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવાનો સંદેશ આપી પીએમ મોદીએ અમર જવાનોને સલામી આપી હતી.

———————————————————————————————

અમદાવાદઃ જાણીતા કવિ અને શાયર જલન માતરીનું નિધન થયું છે.જલન માતરી લાંબા સમયથી બિમાર હતા.

———————————————————————————————

દિલ્હી; આજે દેશભરમાં 69માં ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીના લાલ કિલ્લા પર વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશની તમામ સેના દ્વારા પરેડ કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં આસિયાન દેશોના 10 રાષ્ટ્ર પ્રમુખો હાજર રહેશે. સાથે સાથે દેશના નેતાઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

———————————————————————————————

દિલ્હી: ભારત સરકાર દ્રારા  85 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 4 ગુજરાતીઓને પણ પદ્મશ્રી એવોર્ડથી  સન્માનિત કરાશે.9 લોકોને પદ્મભૂષણ, 73 લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે.

——————————————————————————————

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે આર સુભાષ રેડ્ડીએ હાઇકોર્ટમાં ધ્વજવંદન કર્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં જજીસ,  કોર્ટ સ્ટાફ તેમજ વકીલો હાજર રહ્યા હતા.

——————————————————————————————