Crime/ જુઓ, અમદાવાદમાં ડોકટરની સાથે ક્યાં થઈ છેતરપિંડી

અમદાવાદના શ્રીજી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા વિકાસ ભાઈ શુક્લા સાથે ૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવ ની વિગત એવી છે કે આરોપી પ્રફૂલકુમાર મોડસિયાએ ફરિયાદીના હોસ્પિટલમાં ફર્નિચર બનાવવા માટે રોકડા રૂપિયા ૦૩ લાખ લીધા હતા. રૂપિયા લઈ લીધા બાદ આરોપીએ […]

Ahmedabad Gujarat
fraud e1537972303324 જુઓ, અમદાવાદમાં ડોકટરની સાથે ક્યાં થઈ છેતરપિંડી

અમદાવાદના શ્રીજી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા વિકાસ ભાઈ શુક્લા સાથે ૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

બનાવ ની વિગત એવી છે કે આરોપી પ્રફૂલકુમાર મોડસિયાએ ફરિયાદીના હોસ્પિટલમાં ફર્નિચર બનાવવા માટે રોકડા રૂપિયા ૦૩ લાખ લીધા હતા. રૂપિયા લઈ લીધા બાદ આરોપીએ ફર્નિચર બનાવવા માટે ગલ્લા તલ્લા કર્યા હતા. જેથી ફરિયાદીએ રૂપિયા પરત આપી દેવા માટે આરોપીને કહેતા આરોપીએ ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. ડોકટરને ખ્યાલ આવી ગયું હતી કે આરોપી તેની સાથે છેતરપિંડી આચરી રહ્યો છે. જેથી તેમણે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રફુલ કુમાર મોડસિયા સામે ૦૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ