Video/ રાખી સાવંત બની ડોક્ટર, MBAની ડિગ્રી જોઈને યુઝર્સે કહ્યું- દર્દી પહેલા જ મરી જશે

રાખી સાવંતને દુબઈમાં એક એવોર્ડ મળ્યો છે. કલ્યાણી જાનાએ રાખી સાવંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે આમંત્રણ આપ્યુ હતુ. જે વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમાં રાખી સાવંત ચમકદાર બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે. ઉપરથી તેને લાલ કલરનો કોન્વોકેશન ગાઉન પહેર્યો છે સાથે સાથે તેણે લાલ કલરની ટોપી પણ પહેરી છે.

Trending Entertainment
રાખી સાવંત

રાખી સાવંતના ચાહકોને ઝટકો લાગ્યો છે. કેમ કે રાખી સાવંત હવે ડો. રાખી સાવંત બની ગઈ છે. ડીગ્રી હાથમાં લઈને રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં કોઈ ફેક ન્યૂઝ નથી. આ વીડિયોમાં રાખી સાવંત પોતે પોતાની ડિગ્રીનો ખુલાસો કરતી જોવા મળી રહી છે અને કહે છે કે તે હવે ‘ડોક્ટર રાખી સાવંત’ બની ગઈ છે. અભિનેત્રી સાથે અર્જુન બાજવા પણ જોવા મળ્યા હતા. બંને તાજેતરમાં એક ઈવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા.

રાખી સાવંત બની ડોક્ટર

રાખી બે દિવસ પહેલા દુબઈ જવા રવાના થઈ હતી. તેની સાથે તેનો બોયફ્રેન્ડ આદિલ દુર્રાની પણ હતો. તેણે પૈપરાજી ને કહ્યુ હતુ કે બંને હવે પોતાના બીજા ઘરે જાય છે. હવે જ્યારથી રાખી સાવંતની MBA ડિગ્રીના સમાચાર ઈન્ટરનેટ પર આવ્યા છે, ત્યારથી લોકો તેની ચર્ચા કરવા લાગ્યા છે. ઘણા લોકોને તો વિશ્વાસ નથી થઇ રહ્યો કે રાખી સાવંત ડો. બની શકે છે. યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. યુઝર્સ પોતાની હસી રોકી શકતા નથી જેન લઈને સતત મીમ્સ પણ બની રહ્યા છે.

રાખી સાવંતને દુબઈમાં એક એવોર્ડ મળ્યો છે. કલ્યાણી જાના એ રાખી સાવંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે આમંત્રણ આપ્યુ હતુ. જે વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમાં રાખી સાવંત ચમકદાર બ્લેક ગાઉનમાં જોવા મળી રહી છે. ઉપર તેને લાલ કલરનો કોન્વોકેશન ગાઉન પહેર્યો છે સાથે સાથે લાલ કલરની ટોપી પણ પહેરી છે. વીડિયોમાં રાખી સાવંત કહેતી જોવા મળે છે કે હું MBA ડો.રાખી સાવંત બની ગઈ છુ. અર્જુન બાજવા નજીકમાં ઉભા રહીને મજાક કરતા જોવા મળે છે. તે કહે છે કે હું દર્દી છું અને સારવાર કરાવવા આવ્યો છું. અભિનંદન, ડો. રાખી આના પર રાખી કહે છે કે હું તેમના માટે એવું ઓપરેશન કરીશ કે મુન્નાભાઈ પણ મારી સામે ફેલ થઈ જશે.

https://www.instagram.com/reel/CglkAVCqEu5/?utm_source=ig_embed&ig_rid=77b9d739-d00a-4a4b-a0f8-33678fd0da7a

અભિનેત્રી થઈ રહી છે ટ્રોલ

રાખી સાવંતનો આ વીડિયો યુઝર્સને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો છે. તેઓ સતત રમુજી ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, ‘ પહેલાં જ દર્દીનું મૃત્યુ થઈ જશે. એક યુઝરે લખ્યું, ‘જો આ ડોક્ટર છે તો હું વડાપ્રધાન છું.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘હું બીજી ગેલેક્સીનો વડાપ્રધાન છું. અને હું આ ધરતી પર આવ્યો છું. આ દુનિયા હવે રેહવા લાયક નથી રહી.

આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની જામીન અરજી ફગાવી

આ પણ વાંચો: શું અવકાશના કચરાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે? વૈજ્ઞાનિકો એ કહ્યું,-

આ પણ વાંચો: ઉત્તરાખંડમાં હાઈવેનો એક ભાગ ધોવાઈ ગયો, બદ્રીનાથ યાત્રીઓ ફસાયા