Bollywood/ આ નાની કંગનાને જોઈને કંગના રનૌત પોતે થઇ ગઈ સ્તબ્ધ, તમે પણ જુઓ 

‘છોટી કંગના’ ની સ્ટાઇલ જોઈને કંગના ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ પણ કર્યો કે ‘ઓએ છોટી તૂ પઢાઈ ભી કરતી હૈ યા સારા દિન યહી સબ?

Trending Entertainment
A 170 આ નાની કંગનાને જોઈને કંગના રનૌત પોતે થઇ ગઈ સ્તબ્ધ, તમે પણ જુઓ 

સોશિયલ મીડિયા પર આજકાલ એક 8 વર્ષીય બાળકી ચર્ચામાં જોવા મળી રહી છે. જોકે આ સુંદર બાળકીનું નામ સુમન પુરી છે, પરંતુ લોકો તેને નાની કંગના કહીને બોલાવી રહ્યા છે. આની પાછળ એક વિશેષ કારણ છે. હકીકતમાં, સુમનનો દેખાવ કંગના રનૌત સાથે ખૂબ જ મળતો આવે છે. ખાસ વાત એ છે કે સુમનના ઘણા ફોટા છે જેમાં તે કંગનાની સ્ટાઇલની નકલ કરતી જોવા મળી રહી છે. ચાહકો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. કંગનાના નાના ચાહકે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટનું નામ છોટી કંગના રાખ્યું છે.

‘છોટી કંગના’ ની સ્ટાઇલ જોઈને કંગના પણ પોતાને રોકી ન શકી અને તેણે તેનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. તે જ સમયે, એક  સવાલ પણ પૂછવામાં આવ્યો કે ‘ઓએ છોટી તૂ પઢાઈ ભી કરતી હૈ યા સારા દિન યહી સબ?

A 169 આ નાની કંગનાને જોઈને કંગના રનૌત પોતે થઇ ગઈ સ્તબ્ધ, તમે પણ જુઓ 

નોંધનીય છે કે સુમન કંગના ની ઘણી સ્ટાઇલ ની કોપી કરે છે અને તેના ફોટા ચાહકો સાથે શેર કર્યા છે. જેમાં થલાવી લૂક, મણિકર્ણિકા લૂક, કર્લી હેર લૂક, ઝાંસી કી રાની લુક વગેરે નો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે સુમને કંગના ના તનુ વેડ્સ મનુ લુક ની નકલ પણ કરી છે. આ તમામ ફોટાઓ, ચાહકો દ્વારા જોરદાર રીતે પસંદ કરવા અને કમેંટ કરતા જોવા મળે છે.

તમારી જાણકારી માટે, જણાવી દઈએ કે કંગના ના આ નાનકડા ફેન ના ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી માં લગભગ 2000 ફોલોઅર્સ છે. તે જ સમયે, કંગના ના ચાહકો સુમન ની આ વિશેષ શૈલી ને પસંદ કરે છે અને નાની કંગના ની પણ પ્રશંસા કરે છે.

એમ તો, સુમન ને પ્રેરણા આપનાર કંગના બોલીવુડ ની પ્રખ્યાત અને લોકપ્રિય અભિનેત્રીઓ માંથી એક છે. તમને જણાવી દઇએ કે કંગના એ કારકિર્દી ની શરૂઆત ફિલ્મ ગેંગસ્ટર થી કરી હતી અને એના પછી તનુ વેડ્સ મનુ, ક્વીન, મણિકર્ણિકા અને પંગા જેવી ઘણી ફિલ્મો માં પોતાનું અભિનય બતાવ્યું હતું. તેની આગામી ફિલ્મ થલાઇવી છે, જે તમિળનાડુ ના ભૂતપૂર્વ સીએમ જયલલિતા પર આધારિત છે. આ ફિલ્મ ઉપરાંત કંગના તેજસ અને ધાકડ જેવી ફિલ્મો માં પણ જોવા મળશે.