Hera Pheri 3: જો તમે પણ ‘હેરા ફેરી 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. તો તમારા માટે ફિલ્મ સાથે જોડાયેલા એક સારા સમાચાર છે. હકીકતમાં, ‘ભૂલ ભૂલૈયા 2’ પછી, એવી ચર્ચા થતી હતી કે ‘હેરા ફેરી 3’માં અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન જોવા મળશે. પરંતુ હવે આ અફવાનો અંત આવી ગયો છે. હેરા ફેરી 3 માં પણ ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર જ હશે. અક્કીના ચાહકો અને હેરાફેરી 3ની રાહ જોઇને બેઠેલા દર્શકો બાબુ ભૈયા અને ઘનશ્યામ સાથે ફરી એકવાર રાજુના રોલમાં અક્ષય કુમારને જ જોશે.
‘હેરા ફેરી 3’ (Hera Pheri 3)નું નિર્દેશન અનીઝ બઝમી નહીં પરંતુ ફરહાદ સામજી કરવાના છે. મીડિયાના સમાચાર અનુસાર, ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. જો કે, થોડા સમય પહેલા અક્ષય કુમારે ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ ન હોવાનું કહીને તે ફિલ્મને નાપસંદ કરી હોવાના અહેવાલો વહેતા થયા હતા. પરંતુ હવે ફિલ્મમાં ખેલાડીની વાપસીએ માત્ર ચાહકોને જ નહીં પરંતુ બોલિવૂડને પણ આશ્ચર્યચકિત કર્યું.
ઉલ્લેખનીય છે કે કાર્તિક આર્યન આ ફિલ્મ નથી કરી રહ્યો, જોકે તેના માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે અક્ષયના પાર્ટને રિક્રિએટ કરશે. ત્યારપછી સુનીલ શેટ્ટીએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે કાસ્ટિંગમાં કદાચ કોઈ છેડછાડ થઈ હતી, પરંતુ આ બધું કેવી રીતે થયું તે ખબર ન હતી. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે ફેરાફેરીની સીકવલમાં અક્ષયને પાછો લાવવામાં સૌથી મોટો ફાળો ફિરોઝ અને સુનીલનો જ છે.
નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા અક્ષય, સુનીલ અને પરેશ રાવલે ફિલ્મ માટે મુંબઈના એમ્પાયર સ્ટુડિયોમાં મીટિંગ કરી હતી. જે બાદ હવે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2000માં આવ્યો હતો, જ્યારે બીજો ભાગ વર્ષ 2006માં આવ્યો હતો. જયારે 17 વર્ષ પછી ફિલ્મનો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે.
RRR/ઓસ્કાર 2023માં ભાગ લેવા માટે ચપ્પલ વગર રવાના થયા રામ ચરણ, તેના પગ જોઈને તમે થઈ જશો આશ્ચર્યચકિત