Not Set/ આ છે વેડિંગના વિચિત્ર રિવાજ.. જાણીને તમે પણ ચોંકી જશો !

લગ્ન એ દરેક સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ દરેક જગ્યાએ જુદી-જુદી રીત અને રિવાજો લગ્ન સાથે જોડાયેલા હોય છે, ઘણા રિવાજો વિશે જાણીની ખુબ દુઃખ થાય તો ઘણા હાસ્યાસ્પદ પણ છે,

Trending Lifestyle
MA 1 આ છે વેડિંગના વિચિત્ર રિવાજ.. જાણીને તમે પણ ચોંકી જશો !

લગ્ન એ દરેક સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ દરેક જગ્યાએ જુદી-જુદી રીત અને રિવાજો લગ્ન સાથે જોડાયેલા હોય છે. ઘણા રિવાજો વિશે જાણીની ખુબ દુઃખ થાય તો ઘણા હાસ્યાસ્પદ પણ છે.

કન્યાનું અપહરણ

KAGISTAN આ છે વેડિંગના વિચિત્ર રિવાજ.. જાણીને તમે પણ ચોંકી જશો !

કહેવાય છે કે કિર્ગિસ્તાનમાં આજે પણ કન્યાનું અપહરણ કરવાનો રિવાજ ચાલુ છે, આ વિધિ લગ્ન પહેલા થાય છે જેમાં પુરુષ સ્ત્રી સાથે રહેવા જાય છે, તે સ્ત્રીનું અપહરણ કરી લે છે, રોમાનિયામાં આજે પણ આ પરંપરા છે. જેથી કોઈ દહેજ માંગે નહીં.

વધૂએ આખો મહિનો રડવુ પડે છે..

cry આ છે વેડિંગના વિચિત્ર રિવાજ.. જાણીને તમે પણ ચોંકી જશો !

લગ્ન પહેલા દુલ્હનને એક મહિના સુધી રડવાનું હોય છે, આ વિધિ ચીનના સિચુઆનમાં કરવામાં આવે છે, આ વિધિને જિયાઓ તાંગ કહેવામાં આવે છે. આ વિધિમાં સ્ત્રીએ લગભગ એક મહિના સુધી અડધો કલાક રડવાનું હોય છે. અને છેલ્લે દિવસો, પરિવારની તમામ મહિલાઓ રડવાનું કામ કરે છે.

કન્યાનું અપમાન કરવામાં આવે છે..

આ વિધિ ખૂબ જ ચોંકાવનારી છે, અહીં કન્યા પર અત્યાચાર અને ત્રાસ ગુજારવામાં આવે છે.સગાઈ દરમિયાન કન્યાને એક વડીલ સાથે મોકલવામાં આવે છે, જ્યાં તેના સાસરિયાઓ તેનું અપમાન કરે છે અને તેના માથા પર ગાયનું છાણ લગાવીને તેનું સ્વાગત કરે છે, જે ખૂબ જ વિચિત્ર છે.

ટોયલેટમાં બનાવેલ જ્યુસ પીવો પડે છે..

JUS આ છે વેડિંગના વિચિત્ર રિવાજ.. જાણીને તમે પણ ચોંકી જશો !

આ વિચિત્ર વિધિને લા સૂપ કહેવામાં આવે છે, જ્યારે નવવિવાહિત યુગલ હનીમૂન પર જાય છે, ત્યારે બધા મહેમાનો લગ્નનો બાકીનો ખોરાક એકત્રિત કરે છે અને તેને ટોઇલેટ ચેમ્બરમાં નાખે છે અને પાણી ઉમેરીને જ્યુસ બનાવે છે અને આ જ્યુસ કન્યાના પરિવારે પીવો પડે છે.

વર અને કન્યા પર કાળો રંગ..

KALA RANG આ છે વેડિંગના વિચિત્ર રિવાજ.. જાણીને તમે પણ ચોંકી જશો !

સ્કોટ સમાજમાં જ્યાં સુધી વર-કન્યા કાળો રંગ ના પહેરે ત્યાં સુધી લગ્ન પૂર્ણ થતા નથી, આ રંગ નવા પરણેલા યુગલનું જીવન સુખી રહે તે માટે લગાવવામાં આવે છે.